Navratri 2021 Fashion Tips Create Traditional Looks With Long Skirt
  • Home
  • Fashion & Beauty
  • આ નવરાત્રિમાં ડિફરન્ટ લૂક માટે આ રીતે પહેરો લૉન્ગ સ્કર્ટ

આ નવરાત્રિમાં ડિફરન્ટ લૂક માટે આ રીતે પહેરો લૉન્ગ સ્કર્ટ

 | 10:07 pm IST
  • Share

આપણે સામાન્ય રીતે ઓફિસ કે ઘર, રેગ્યુલર કપડાં જ પહેરતા હોઈએ છીએ, એવા ઘણા ઓછા પ્રસંગો હોય છે કે જ્યાં આપણને એથનિક કપડાં પહેરવાની તક મળે છે. ત્યારે હવે નવરાત્રિ શરુ થઇ ગઈ છે અને નવરાત્રિ પર તમને ટ્રેડિશનલ લુક કેરી કરવાની તક મળે છે. ક્યારેક તહેવાર અનુસાર ઓફિસમાં પણ તમારો લૂક બદલવાથી સકારાત્મકતા આવે છે. તો આજે જાણીએ કે લૉન્ગ સ્કર્ટને કેવી રીતે સ્ટાઈલ કરશો જેથી તમને એક ડિફરન્ટ લૂક મળે, એ વિશે વાત કરીશું. આ ટિપ્સને અનુસરીને તમે નવરાત્રિમાં તમારો અનોખો લુક ક્રિયેટ કરી શકો છો.

– સાટિનના શર્ટ સાથે

કોઈપણ રંગનો લાંબો સ્કર્ટ તમે સાટિન શર્ટ સાથે પહેરી શકો છો. સ્કર્ટ અને શર્ટનું કોમ્બિનેશન કરતા વખતે રંગનું ધ્યાન રાખો. ડાર્ક અને લાઈટ રંગના કોમ્બીનેશ સાથે શર્ટ અને સ્કર્ટ પહેરો. આ મિક્સ અને મેચનો બેઝિક ફંડા છે.

– ક્રોપ ટોપ સાથે

લૉન્ગ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ પહેરવું પણ એક સારો વિકલ્પ છે. તમે ડાંડિયા નાઇટ માટે પણ આ લુક અજમાવી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે મેચિંગ જ્વેલરી અને દુપટ્ટા સાથે આ લુકને ટ્રેડિશનલ ટચ પણ આપી શકો છો.

– શ્રગ સાથે

લૉન્ગ સ્કર્ટ સાથે ટોપ્સ અને શ્રગ્સ પણ તમને અલગ લુક આપી શકે છે. તમે કેઝ્યુઅલને બદલે એથનિક શ્રગ લઈને તમારા લુકને ફ્યુઝન ટચ આપી શકો છો. સાથે જ તમે ઓક્સોડાઈઝની જવેલરી પહેરીને સારો ફ્યુઝન લૂક મેળવી શકો છો.

– કુર્તી સાથે

કેટલીક છોકરીઓને ચણિયાચોળી પહેરવા ખૂબ ભારે લાગે છે. એટલે જો તેમને એથનિક કે ફ્યુઝન લૂક મેળવવો હોય તો સ્કર્ટ સાથે કુર્તી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ લૂક સાથે, તમે મેચિંગ જ્વેલરી પહેરીને નવો જ લૂક ક્રિયેટ કરી શકો છો.

ઉપર જણાવેલામાંથી કોઈ પણ લૂક કેરી કરો, પણ સાથે લાઈટ મેકઅપ કરશો તો તમારા લૂકમાં ચાર ચાંદ લાગી જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો