Navratri 2021 Fashion Tips Oxidized Jewellery How To Carry It In Style
  • Home
  • Fashion & Beauty
  • જાણો શું હોય છે નવરાત્રિમાં પહેરતી ઓક્સોડાઈઝડ જવેલરી, ચણિયાચોળી સિવાય કેવા પહેરવેશ સાથે પહેરશો આ જવેલરી

જાણો શું હોય છે નવરાત્રિમાં પહેરતી ઓક્સોડાઈઝડ જવેલરી, ચણિયાચોળી સિવાય કેવા પહેરવેશ સાથે પહેરશો આ જવેલરી

 | 10:48 pm IST
  • Share

નવરાત્રિ શરુ થઇ ગઈ છે અને છોકરીઓએ ચણિયાચોળી પહેરીને મસ્ત તૈયાર થઈને ગરબા રમવાનું પણ શરુ કરી દીધું છે. ત્યારે નવરાત્રિ દરમ્યાન ખૂબ જ વધુ ટ્રેન્ડમાં રહેતી જવેલરી છે ઓક્સોડાઈઝડ જવેલરી. આ દેખાવમાં ચાંદી જેવી હોય છે પણ આ ચાંદી નથી હોતી. આ લાંબા સમય સુધી પોતાની ચમક નથી ગુમાવતી. જણાવી દઈએ કે આ ઓક્સોડાઈઝડ જવેલરી માત્ર નવરાત્રિમાં જ નહીં પણ યુવતીઓ આખું વર્ષ પોતાના લૂકને અલગ દેખાડવા માટે પહેરતી રહેતી હોય છે. તો ચાલો જાણીએ કે શું હોય છે આ ઓક્સોડાઈઝડ જવેલરી, અને એને કયા પ્રકારના પહેરવેશ સાથે કેરી કરી શકાય.

શું હોય છે ઓક્સોડાઈઝડ જવેલરી –

જુના જમાનાના ટ્રેડિશનલ લૂકવાળી ઓક્સોડાઈઝડ જવેલરી છે તો નવા જમાનાની જ, એટલે જ આ યુવતીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ એ યુવતીઓને પહેરવી વધુ ગમે છે કે જે યુવતીઓને સોના-ચાંદીની મોંઘી જવેલરી પહેરવી પસંદ નથી. ઓક્સોડાઈઝડની જવેલરી સ્ટર્લિંગ સિલ્વરથી બનાવવામાં આવે છે. આમાં ચાંદી સાથે એવી ધાતુ મિક્સ કરવામાં આવે છે કે જેની ચમક હંમેશા એક જેવી જ રહે છે.

ઓક્સોડાઈઝડ જવેલરી ન વધુ ચમકદાર હોય છે કે ન આ વધુ કાળી દેખાય છે. એટલે જ આને નવરાત્રિ સિવાય પાર્ટીમાં અને રોજિંદા જીવનમાં એથનિક અને વેસ્ટર્ન એમ બંને પોશાક સાથે આને પહેરી શકાય છે. આજકાલની યુવતીઓમાં મોટા પેંડલવાળા નેકલેસ અને ભારે ઝુમરવાળા ઝુમકા તો ખૂબ જ પ્રચલિત છે.

તો ચાલો જાણીએ કે ઓક્સોડાઈઝડ જવેલરી કેવા કપડાં સાથે પહેરશો –

ઓક્સોડાઈઝડ જવેલરી એથનિક અને વેસ્ટર્ન કોઈ પણ પ્રકારના ડ્રેસ સાથે કેરી કરી શકાય, પણ કોઈ એથનિક ડ્રેસ જેમ કે કુર્તી કે લૉન્ગ ગાઉન્સ અને સ્કર્ટ્સ સાથે ઓક્સોડાઈઝડ ઝુમકા ખૂબ જ સરસ લાગે છે. આ ખૂબ જ ટ્રેન્ડમાં છે.

કોઈ વેસ્ટર્ન ડ્રેસ સાથે તમે મોટા પેંડલવાળું નેકપીસ પહેરશો તો તમારી પર્સનાલિટી વધુ પ્રભાવિત બનશે.

ઓક્સોડાઈઝડની મોટી ગોળ ડિઝાઈનવાળી રિંગ આજકાલ ખૂબ જ ટ્રેંડમાં છે. કોઈ પ્રકારના કુર્તા સાથે કે ચણિયાચોળી સાથે તમે અને પહેરી શકો છો. આ તમને એટલો ટ્રેન્ડી લૂક આપશે કે કોઈપણ પ્રસંગે પહેરશો તો બધાની જ નજર તમારા હાથ પર હશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો