Navratri 2021 Food Farali Dishes For Navaratri Vrat
  • Home
  • Featured
  • નવરાત્રિના ઉપવાસ દરમિયાન ખાઓ આ ફરાળી વાનગીઓ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ખાઓ આ ફરાળી વાનગીઓ

 | 3:59 pm IST
  • Share

નવરાત્રિના નવ દિવસો મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં માતાના ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. આ દરમિયાન, મોટાભાગના લોકો દિવસમાં માત્ર એક જ વખત ફરાળ ખાય છે. એટલે એ મહત્વનું બની જાય છે કે ફરાળ કરવા માટે ઉપવાસની કઈ વાનગીઓ પસંદ કરવી જોઈએ. ફરાળી વાનગીઓ એવી હોવી જોઈએ કે જે ભૂખને શાંત કરવા સાથે, શરીર માટે ફાયદાકારક હોય. ત્યારે કેટલીક એવી ફરાળી વાનગીઓ વિશે જાણીએ કે જે તમે શારદીય નવરાત્રિમાં ઘરે અજમાવી શકો છો.

સાબુદાણાની ખીચડી – સાબુદાણા ખીચડી ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી સૌથી સામાન્ય વાનગી છે. તેમાં સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ સારી માત્રામાં હોય છે. આમાં મગફળી, લીલા ધાણા, ખાંડ, કાળા મરીનો ઉપયોગ થાય છે.

સાબુદાણા વડા – સાબુદાણા વડા પણ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. ઉપવાસ દરમિયાન ભૂખ લાગે ત્યારે તે સારો વિકલ્પ છે. આમાં સાબુદાણાની સાથે મગફળી, છૂંદેલા બટાકા, ધાણા વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

સાબુદાણાની ખીર – જો તમને ઉપવાસ દરમિયાન કંઈક મીઠી ખાવાનું મન થાય તો સાબુદાણાની ખીર બનાવી શકાય છે. તેને ડ્રાય ફ્રુટ્સ, કેસર, એલચી સાથે તૈયાર કરી શકાય છે. તે હેલ્ધી પણ હોય છે.

દહીં બટાકા – ઉપવાસમાં સાબુદાણાની સાથે બટાકાનો પણ સૌથી વધુ ઉપયોગ થાય છે. દહીં બટાકા એક એવી વાનગી છે જે ઉપવાસમાં ખૂબ ખવાય છે. બટાકાને બાફીને દહીંની ગ્રેવી બનાવીને દહીં બટાકા બનાવવામાં આવે છે.

શિંગોડાના લોટના સમોસા – ઉપવાસના દિવસોમાં પણ તમે સમોસાનો આનંદ માણી શકો છો. તેના બહારના ભાગ માટે, શિંગોડાનો લોટ અને ચિરોંજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને બટાકાનો મસાલો તૈયાર કરીને બનાવી શકાય છે.

કટ્ટુના લોટની પૂરી – ઉપવાસમાં બિયાં કટ્ટુનો લોટ વપરાય છે. બટાકાના શાક સાથે, તમે કટ્ટુના લોટની પૂરી બનાવી શકો છો અને ઉપવાસના દિવસોમાં તેને ખાઈ શકો છો. તે સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે.

શીરો – શિંગોડા અને રાજગરાનો લોટ ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. ડ્રાય ફ્રૂટ્સ સાથે શિંગોડાના લોટનો શીરો અથવા રાજગરાના લોટનો શીરો બનાવીને ખાઈ શકાય છે.

કુટ્ટુના ઢોસા – કુટ્ટુના લોટમાંથી પણ ઢોસા તૈયાર કરી શકાય છે. અરબી મિક્સ કરીને કટ્ટુના લોટની વચ્ચે ફીલિંગ ભરાય છે. તમે તેને બટાકાના શાક અથવા ચટણી સાથે પણ ખાઈ શકો છો.

ચિપ્સ સાથે દહીં – પહેલેથી જ તૈયાર કરેલી ડ્રાય ચિપ્સ તળ્યા પછી જ ખાઈ શકાય છે. તેનો સ્વાદ વધારવા માટે ઉપરથી મીઠું, કાળા મરી ભભરાવી શકાય છે. તેને દહીં સાથે ખાવાથી સ્વાદ બમણો થઈ જાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો