Navratri 2021: Makeup Tips for Garba Night in Navratri
  • Home
  • Fashion & Beauty
  • Navratri 2021: ગરબા નાઈટ પર મેકઅપ કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો

Navratri 2021: ગરબા નાઈટ પર મેકઅપ કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો

 | 2:23 pm IST
  • Share

  • યુવતીઓ ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમતી જોવા મળી 

  • ચણિયાચોળી સાથે તમે કેવો મેકઅપ કરશો

  • ટ્રેડિશનલ પોશાક પહેર્યા પછી એને અનુરૂપ મેકઅપ કરો 

નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં ઘણી જગ્યાઓએ શેરી ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને લોકો ઉત્સાહથી ગરબા રમતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને યુવતીઓ તો પહેલા જ દિવસથી ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમતી જોવા મળી રહી છે. એવામાં આજે તમને જણાવીએ કે ચણિયાચોળી સાથે તમે કેવો મેકઅપ કરશો તો તમારા લૂકમાં ચાર ચાંદ લાગી જશે.

ગરબા રમવા માટે ટ્રેડિશનલ પોશાક પહેર્યા પછી એને અનુરૂપ મેકઅપ પણ કરવો જરૂરી છે. એનાથી તમારી સુંદરતા વધશે. તમને જણાવીશું કે ગરબા નાઈટમાં કેવો મેકઅપ કરવો –

– હેરસ્ટાઇલ

ગરબા રમવા જાઓ ત્યારે તમારી હેરસ્ટાઈલ ટ્રેન્ડી હોવી જોઈએ. ગરબા રમતી વખતે તમારા વાળ ખુલ્લા ન રાખવા, ખુલ્લા વાળ ગરબા રમતી વખતે ખૂબ જ ઘુંચાઇ જાય છે. એટલે ગરબા રમવા જાઓ એ પહેલા વાળનો કોઈ ટ્રેન્ડી ચોટલો વાળો અથવા મેસી બન બનાવો. ચોટલો અને મેસી બન હેરસ્ટાઇલ ગરબા નાઈટમાં સારી દેખાશે.

બ્રાઈટ અને મેચિંગ આઈશેડો

તહેવારોની સીઝનમાં બ્રાઈટ અને શિમરી મેકઅપ સારો લાગે છે. ગરબા રમવા જાઓ ત્યારે તૈયાર થતી વખતે ચણિયાચોળી સાથે મેચિંગ આઇશેડો પણ લગાવો. બ્રાઈટ અને શિમરી મેકઅપ લાંબા સમય સુધી ટકે છે. સુંદર અને સ્ટનિંગ લૂક માટે તમે ક્રીમ બેઝ્ડ આઈશેડોનો લગાવી શકો છો.

લાઈટ શેડની લિપસ્ટિક

જો તમે શિમરી અને બ્રાઈટ આઈશેડો લગાવો તો સાથે લાઈટ લિપસ્ટિક શેડનો લગાવો. લાઇટ પીચ પિંક, ન્યૂડ શેડ, લાઇટ કોરલ અને લાઇટ ઓરેન્જ કલરની લિપસ્ટિકનો લગાવો. પણ જો લાઇટ આઇશેડો લગાવશો તો ડાર્ક લિપસ્ટિક લગાવી શકો છો. પરંતુ આજકાલ માસ્ક પહેરવાનું હોય એટલે લાઈટ શેડની લિપસ્ટિક લગાવવી વધુ સારી છે.

મેકઅપ બેઝ

ગરબા નાઈટના મેકઅપ માટે વોટર બેઝ્ડ ફાઉન્ડેશન લગાવો. એ લાઈટ હોય છે. એ લગાવવાથી ચહેરો લાઈટ રહે છે. ફાઉન્ડેશન લગાવતા પહેલા ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો. તે પછી ફાઉન્ડેશન લગાવો. આ તમારા મેકઅપને શાઈની બનાવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો