Navratri 2021 Special Recipe Farali Samosa Recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવરાત્રિનો ઉપવાસ હોય તો બનાવી લો ફરાળી સમોસા

નવરાત્રિનો ઉપવાસ હોય તો બનાવી લો ફરાળી સમોસા

 | 5:31 pm IST
  • Share

નવરાત્રિ ચાલી રહી છે અને ઘણા લોકોએ નવ દિવસના ઉપવાસ રાખ્યા હશે. તો નવેનવ દિવસ ઉપવાસ દરમ્યાન એકની એક વાનગી ખાઈને કંટાળી ગયા હશો. તો એવામાં રોજ એક નવી ફરાળી વાનગી બનાવવી જોઈએ અને એને ખાવી જોઈએ. તો ચાલો આજે જોઈએ એક નવી ફરાળી વાનગીની રેસીપી કે જે બનાવવામાં પણ સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે. તો ચાલો જાણીએ ફરાળી સમોસા બનાવવાની રેસીપી –    

સામગ્રી –

  • શિંગોડાનો લોટ – 1 કપ
  • આરાલોટ – 1/4 કપ
  • ઘી  
  • સિંધવ મીઠું – 1 ચમચી
  • ચારોળી પાણીમાં પલાળેલી
  • મરચું પાવડર
  • જીરું
  • ધાણા પાવડર – 2 ચમચી
  • એલચી – 1/2 ચમચી

રીત –

શિંગોડાના લોટના સમોસા બનાવવા માટે પહેલા સમોસાનું સ્ટફિંગ તૈયાર કરીશું. સમોસાનું સ્ટફિંગ તૈયાર કરવા માટે, ચારોળીને બે કલાક પાણીમાં પલાળી રાખો. પછી તેને છોલીને મિક્સરમાં પીસી લો. એક પેનમાં બે ચમચી ઘી ગરમ કરો. હવે તેમાં જીરું શેકી લો. જ્યારે તે બ્રાઉન થાય ત્યારે તેમાં ચારોળી અને બાકીની સામગ્રી જેમ કે મરચું, ધાણા વગેરે ઉમેરો અને તેને ધીમા તાપે શેકી લો. એ પછી તેને ઠંડુ થવા રાખી દો. સ્ટફિંગ તૈયાર છે.

હવે સમોસાનો લોટ બાંધી લો. આ માટે પાણીમાં ઘી અને એક ચમચી મીઠું નાખીને એક વાસણમાં ઉકાળો. જ્યારે પાણી ઉકળે, તેમાં શિંગોડાનો લોટ અને આરાલોટ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો જેથી કોઈ ગઠ્ઠો ન થાય. આ મિશ્રણને ધીમી આંચ પર પકાવો. જ્યારે લોટનું આ મિશ્રણ ચોંટવા લાગે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો અને તેને ઠંડુ થવા માટે રાખો. ઠંડુ થયા બાદ લોટના જાડા લુવા બનાવી લો અને તેને વણી લો.

હવે વણેલી રોટલીઓની કિનારીઓ પર પાણી લગાવીને ભીની કરી લો અને વચ્ચેથી અડધી કાપી લો. જેવી રીતે સમોસા ભરો છો એ જ રીતનો આકાર આપીને સ્ટફિંગ ભરીને સમોસા બનાવી લો. હવે એક પેનમાં ઘી લઈને ગરમ કરો અને સમોસાને તળી લો. ધ્યાનમાં રાખો કે ધીમા તાપે સમોસા ટાળવાના છે. હવે જયારે સમોસા ગોલ્ડન થઇ જાય ત્યારે તેને કાઢી લો અને ગરમાગરમ સર્વ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો