Navratri Fashion Tips To Look Slim In Indian Wear
  • Home
  • Fashion & Beauty
  • તહેવારોમાં સ્ટાઈલિશ દેખાવા માટે ટ્રાય કરો આ ટિપ્સ, તમને આપશે ‘સ્લિમ-ટ્રીમ’ લૂક

તહેવારોમાં સ્ટાઈલિશ દેખાવા માટે ટ્રાય કરો આ ટિપ્સ, તમને આપશે ‘સ્લિમ-ટ્રીમ’ લૂક

 | 3:18 pm IST
  • Share

  • નવરાત્રિમાં પાતળા દેખાવા માટે ફોલો કરો આ ટિપ્સ

  • ટ્રેડિશનલ આઉટફિટ પહેરતા સમયે ધ્યાનમાં રાખો આ બાબતો

  • આ ટિપ્સથી દેખાશો વધુ સ્ટાઇલિશ અને પાતળા

 

તહેવારો શરુ થઇ ગયા છે અને મહિલાઓ આ તહેવારોમાં સ્ટાઈલિશ દેખાવા માટે ઘણા પોશાકો ટ્રાય કરતી હશે, અને ટ્રેડિશનલ આઉટફિટ પણ તૈયાર કર્યા હશે. સાડીથી લઈને સૂટ અને ચણિયાચોળી નવરાત્રિમાં પહેરવા માટે મોટાભાગની છોકરીઓની પહેલી પસંદ હોય છે. પરંતુ ઘણી છોકરીઓ આ પ્રકારના આઉટફિટમાં થોડી જાડી દેખાતી હોય છે અને એટલે તેઓ આ પ્રકારના પોશાક પહેરવાનું ટાળતી હોય છે. જો તમે તેમને યોગ્ય રીતે કેરી કરો, તો તમે ટ્રેડિશનલ આઉટફિટમાં પણ સ્લિમ અને ફિટ દેખાઈ શકો છો. તો ચાલો જાણીએ કે તમે નવરાત્રિ દરમિયાન ટ્રેડિશનલ આઉટફિટમાં કેવી રીતે સ્લિમ અને સ્ટાઇલિશ દેખાઈ શકશો –

જો તમે સ્લિમ લુક ઈચ્છો છો, તો તમારે ઝીણી પ્રિન્ટવાળા કપડાં પહેરવા જોઈએ. ઝીણી પ્રિન્ટ તમને સુંદર અને સ્લિમ દેખાડશે. ત્યારે જો તમે પ્રિન્ટેડ આઉટફિટ પહેરવા માંગતા હોવ તો ઝીણી પ્રિન્ટવાળી સાડી, ચણિયાચોળી, કુર્તા અથવા સૂટ પસંદ કરો.

જો તમારું પેટ બહાર હોય તો તમે શેપવેર અજમાવી શકો છો. આ ચોક્કસપણે તમારા શરીરને યોગ્ય શેપ આપવામાં મદદ કરશે.

જ્યારે લાઈટ રંગના આઉટફિટ તમારા કર્વ્ઝને ઉભારીને ભારે અને વજનદાર દેખાડે છે, ત્યારે ડાર્ક રંગના કપડાં કર્વ્ઝને છુપાવે છે અને તમે પાતળા દેખાવ છો. એવામાં હંમેશા ડાર્ક રંગના આઉટફિટ પસંદ કરો.

જો તમે પ્લસ સાઇઝના હોવ તો ક્રેપ, સાટિન, શિફોન અથવા જ્યોર્જેટ જેવા હળવા ફેબ્રિક પસંદ કરો. જો તમે સિલ્કના શોખીન હોવ તો પછી લાઈટવેટ સિલ્ક પસંદ કરો. હેવી સિલ્કની સાડી તમને વધારે ભારે દેખાડી શકે છે. બને તો લાયક્રા અથવા સ્પેન્ડેક્ષ જેવા ફેબ્રિકથી દૂર રહો.

જો તમે પાતળા અને ઊંચા દેખાવા માંગો છો, તો હંમેશા ઉભી લીટીઓવાળા કપડાં પહેરો. તે તમને સ્લિમ લુક સાથે ઉભા દેખાડશે. આડી લીટીઓ તમને ટૂંકા અને જાડા દેખાડી શકે છે.

તમે પાતળા દેખાવા માટે અનારકલી પહેરી શકો, કોઈપણ પ્રસંગમાં પણ તમે આ પ્રકારના ડ્રેસ પહેરી શકો છો. આ સિવાય એ-લાઇન કુર્તા પણ સારો વિકલ્પ છે.

જો તમે પાતળા દેખાવા માંગો છો તો ફ્રીલ્સવાળી સાડી, કુર્તા, સૂટ વગેરેથી દૂર રહો, સાથે જ તમે સાડી કે ચણિયાચોળી પહેરવા માંગતા હોવ તો લાંબી બાંયનું બ્લાઉઝ પહેરો, આ તમને સ્લિમ લૂક આપશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો