Navratri Special Recipe sweet potato kheer recipe
  • Home
  • Featured
  • નવરાત્રિના ઉપવાસમાં ખાઓ શક્કરિયાંની ખીર, જાણી લો બનાવવાની રીત

નવરાત્રિના ઉપવાસમાં ખાઓ શક્કરિયાંની ખીર, જાણી લો બનાવવાની રીત

 | 9:36 pm IST
  • Share

આજસુધી ઘણા પ્રકારની ખીર ખાધી હશે, ફરાળમાં ખાવા માટે સાબૂદાણાની ખીર, કોઈ બીજા પ્રસંગે ખાવા માટે ચોખાની ખીર. જો તમે પણ ગળ્યું ખાવાના શોખીન હોવ અને નવરાત્રિમાં ફરાળમાં ખાવા માટે વાનગી વિચારી રહયા હોવ તો તમારા માટે હાજર છે શક્કરિયાની ખીર. જે નાના-મોટા બધાને જ ભાવશે.

સામગ્રી –

  • શક્કરિયા – 200 ગ્રામ
  • દૂધ – 1 લિટર
  • એલચી પાવડર – 1 ચમચી
  • ખાંડ – 1/3 કપ
  • ડ્રાયફ્રૂટ્સ – 1/2 કપ
  • કેસર – 1/4 ચમચી

રીત –

શક્કરિયાંની ખીર બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં દૂધ ઉકળવા માટે મૂકો. બીજી બાજુ શક્કરિયાંને કૂકરમાં બાફ્યા બાદ તેને છીણીને રાખો. આ પછી, ઉકળતા દૂધમાં છીણેલાં શક્કરિયાં ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં ખાંડ, એલચી પાવડર અને કેસર નાખો અને એકવાર હલાવીને ગેસ બંધ કરો. આ પછી, એક પ્લેટમાં ખીર કાઢીને તેને ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો