નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખેલૈયાઓ અને ગરબારસિકોનો ઉત્સાહ બેવડાવવા માટે 'સંદેશ' દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. "નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ" હેઠળ ખેલૈયાઓ પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલીને આકર્ષક ઇનામો જીતી શકે છે.
સ્પર્ધામાં ભાગ લેવાની સરળ રીત
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ પોતાના અથવા પોતાના ગ્રુપના શ્રેષ્ઠ ગરબા લુકના ફોટો અને વીડિયો WhatsApp નંબર 9316724216 પર મોકલવાના રહેશે. મેસેજ સાથે સ્પર્ધકે પોતાનું નામ, મોબાઇલ નંબર અને પોતાના શહેરનું નામ લખવું ફરજિયાત છે. દરરોજના લકી વિજેતાઓની જાહેરાત સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અધિકૃત વેબસાઇટ sandesh.com પર કરવામાં આવશે.
શેરી ગરબાના ખેલૈયાઓ પણ લઈ શકશે ભાગ
ગરબારસિકો માટે વધુ એક ખુશીના સમાચાર એ છે કે આ વખતે માત્ર મોા ક્લબ કે પાર્ટી પ્લોટ જ નહીં, પરંતુ શેરી અને સોસાયટીના ગરબા રમતા ખેલૈયાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમારી સોસાયટી કે શેરીના ગરબાના ફોટા અને વીડિયો મોકલીને પણ આકર્ષક ગિફ્ટ વાઉચર્સ મેળવી શકાશે. આ ઉપરાંત પસંદગી પામેલા શ્રેષ્ઠ ફોટા અને વીડિયો સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ દર્શાવવામાં આવશે.
આજે દર્શકો દ્વારા મોકલવામાં આવેલા ફોટોસ આ પેજમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જેમાંથી બેસ્ટ ફોટો સિલેક્ટ કરવામાં આવશે, જેના નામની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે. વિજેતાની યાદી માટે સંદેશ ડિજિટલની વેબ સાઈટ sandesh.com જોતા રહો!
ભારતી હરદેવ રાઠોડ
સુરેન્દ્રનગર

કોમલ
લીમજી - ઝાલોદ

બ્રિજેશ દરજી
અમદાવાદ

દિપિકા પટેલ
અમદાવાદ

નિર્મિત ખમાર
અમદાવાદ

નાયક વિનોદ જયંતીભાઈ
ગામ - શોભાસન
તા - દેત્રોજ
જિલ્લો - અમદાવાદ

માથાભારે મોજીલાઓ
અમદાવાદ ( મણિનગર )

પટેલ ઉર્વિલ
અમદાવાદ

સિમ્પલ ચૌહાણ
અમદાવાદ

અલ્કા પટેલ
કૃષ્નનગર, અમદાવાદ

વરૂણ સોલંકી
નિકોલ, અમદાવાદ

આ પણ વાંચો: Sandesh Navratri 2026 Contest : બેસ્ટ ડ્રેસ્ડ કપલથી લઈને શાનદાર ગરબા કોન્ટેસ્ટ સુધી... નિહાળો નવરાત્રીના ઉત્સાહની ઝાંખી કરાવતા આકર્ષક PHOTOS!