નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખેલૈયાઓ અને ગરબારસિકોનો ઉત્સાહ બેવડાવવા માટે 'સંદેશ' દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. "નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ" હેઠળ ખેલૈયાઓ પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલીને આકર્ષક ઇનામો જીતી શકે છે.
શ્રેષ્ટ ખૈલેયાઓના નામ જાહેર
અમને રોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓના ફોટોઝ અને વીડિયો મળી રહ્યા છે જેમાંથી વિજેતાઓની પસંદગી કરાઇ છે. આજે અમે 11 અને 12 ઓક્ટોબરે પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલનારા શ્રેષ્ટ ખૈલેયાઓના નામ જાહેર કરી રહ્યા છીએ. જે તમને વધુ પ્રાત્સાહન આપશે.
11 ઓક્ટોબરના વિજેતા
11 ઓક્ટોબરના નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબામાં ક્રીષ્ના ગોહીલ , અમદાવાદ વિજેતા બન્યા છે
https://www.instagram.com/reel/DeZOzR0EqU3/?utm_source=ig_web_button_share_sheet
તો અમદાવાદના હિરેન પટેલ પણ બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબામાં વિજેતા બન્યા છે
https://www.instagram.com/reel/DeZqwQAjfq-/?utm_source=ig_web_button_share_sheet
12 ઓક્ટોબરના વિજેતા
12 ઓક્ટોબરના નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબામાં અમદાવાદના શીખા શાહ વિજેતા બન્યા છે

તો અમદાવાદના ઉર્વેશ પટેલ પણ બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબામાં વિજેતા બન્યા છે

વધુને વધુ ખેલૈયાઓ આ સ્પર્ધામાં ભાગ લે
અમે રોજે રોજ વિજેતાઓના નામ જાહેર કરીશું. 11 અને 12 ઓક્ટોબરની સ્પર્ધામાં વિજેતા બનનારા ખેલૈયાઓને સંદેશ તરફથી અભિનંદન. અમે ઇચ્છીએ છીએ કે વધુને વધુ ખેલૈયાઓ આ સ્પર્ધામાં ભાગ લે
વધુ એક ખુશીના સમાચાર
ગરબારસિકો માટે વધુ એક ખુશીના સમાચાર એ છે કે આ વખતે માત્ર મો'e ક્લબ કે પાર્ટી પ્લોટ જ નહીં, પરંતુ શેરી અને સોસાયટીના ગરબા રમતા ખેલૈયાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમારી સોસાયટી કે શેરીના ગરબાના ફોટા અને વીડિયો મોકલીને પણ આકર્ષક ગિફ્ટ વાઉચર્સ મેળવી શકાશે. આ ઉપરાંત પસંદગી પામેલા શ્રેષ્ઠ ફોટા અને વીડિયો સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ દર્શાવવામાં આવશે.