NCB may file petition against Aryan Khan's bail in drag case in Supreme Court
  • Home
  • India
  • ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની વધશે મુશ્કેલી, NCB ભરશે મોટું પગલું

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની વધશે મુશ્કેલી, NCB ભરશે મોટું પગલું

 | 7:30 pm IST
  • Share

  • વધી શકે છે શાહરૂખ ખાનના પુત્રની મુશ્કેલી
  • એનસીબી વધારશે આર્યન ખાનની મુસીબત
  • જમાનત સામે સુપ્રીમનો ખખડાવશે દરવાજો

 

મુંબઈ ક્રુઝ ડ્રગ કેસમાં ફસાયેલા આર્યન ખાનની મુસીબત વધતી જોવા મળી રહી છે. ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રુઝમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો જે બાદ લાંબા સમય બાદ તેને જમાનત મળી હતી જો કે આટલેથી તેની મુસીબત હળવી નથી થઈ પરંતુ વધી રહી છે એનસીબી આર્યન ખાનની મુસીબત વધારવાના મૂડમાં જોવા મળી રહી છે.

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને બોમ્બે હાઇકોર્ટે જમાતન આપી હતી તેના વિરુદ્ધમાં એનસીબી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડવાનું વિચારી રહી છે.એનસીબીએ કહ્યું કે એનસીબીના અધિકારી વિચાર કરી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટમાં આર્યન ખાનની જમાનત વિરુદ્ધ અરજી દાખલ કરે.

ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે ગોવા જનારી ક્રુઝ પર એનસીબીએ રેડ પાડી હતી તે દરમિયાન ક્રુઝ પરથી ડ્રગ્સ મળી આવ્યું હતું.જે બાદ આ કેસમાં આર્યન ખાનની લાંબી પુછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.જો કે બોમ્બે હાઇકોર્ટે ૨૮ ઓક્ટોબરે કેટલીક શરતોને આધીન જમાનત આપી હતી.

બોમ્બે હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આર્યન ખાન સહિત અન્ય આરોપી સામે કોઈ સકારાત્મક પુરાવા મળ્યા નથી. જેથી આર્યન ખાને કોઈ કાવતરું ઘડ્યું હોય તેવું સ્પષ્ટ થતું નથી.સાથે જ આર્યન ખાનના મોબાઈલમાંથી મળેલી વોટ્સઅપ ચેટમાંથી પણ કઈ આપત્તિજનક મળ્યું નથી.વધુમાં આદેશમાં કહેવામાં આવ્યું હતું કે એનડીપીએસ અધિનિયમની કલમ 67 મુજબ એનસીબીએ આર્યનખાનનું નિવેદન રેકોર્ડ કર્યું હતું તે માત્ર તપાસના હેતુ માટે ધ્યાનમાં લઈ શકાય છે..તેનો ઉપયોગ આરોપીએ NDPS એક્ટ હેઠળ કોઈ ગુનો કર્યો છે તે તારણ કાઢવા માટે કરી શકાય નહી.

ચૌદ પેજના આદેશમાં કહેવામાં આવ્યું છે કે એવા કોઈ સકારાત્મક પુરાવા મળ્યા નથી જે અદાલતને એ વાત પર રાજી કરી શકે કે તમામ આરોપી ગેરકાનૂની કૃત્ય કરવામાં સામેલ હતા. કોર્ટે NCBની એ દલીલને ફગાવી દીધી હતી કે તમામ આરોપીઓના કેસ એકસાથે ધ્યાનમાં લેવા જોઈએ

આદેશમાં કહ્યું છે કે ત્રણેય આરોપીઓએ લગભગ ૨૫ દિવસ જેલમાં વિતાવ્યા છે. પ્રોસિક્યુશને હજુ સુધી તેમની મેડીકલ તપાસ નથી કરવી જેથી ખબર પડી શકે કે તેઓએ માદક પદાર્થનું સેવન કર્યું છે કે નહી.આર્યન પાસેથી કઈ પણ આપતિજનક મળ્યું નથી.જો કે મર્ચેન્ટ અને ધમેચા પાસેથી માદક પદાર્થ મળી આવ્યો હતો પરંતુ તેની માત્રા નહિવત હતી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો