NEET 2020 JEE Main Exam Date Announced by HRD Ministry
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • NEET અને JEE Mainsની પરીક્ષા માટે તારીખો થઇ ગઇ જાહેર

NEET અને JEE Mainsની પરીક્ષા માટે તારીખો થઇ ગઇ જાહેર

 | 1:43 pm IST
  • Share

કોરોના સંકટના લીધે હવે National Eligibility Cum Entrance Test (NEET)ની પરીક્ષા 26 જુલાઇના રોજ થશે. તેની સાથે જ Joint Entrance Examination (JEE) Mainsની પરીક્ષા 18મી જુલાઇથી 23 જુલાઇની વચ્ચે થશે અને JEE Advanceની પરીક્ષા હવે ઓગસ્ટમાં થશે. આ જાહેરાત માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે મોગળવારના રોજ કરી.

ઉમેદવારો આ તારીખની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. તેમની દુવિધાને જોતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ડૉ.રમેશ પોખરિયાલ નિશંક સીધા લાઇવ ચેટ દ્વારા ઉમેદવારોને પ્રશ્નના જવાબ આપી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે ડૉ.રમેશ પોખરિયાલ નિશંક વિદ્યાર્થીઓની સાથે એક વેબિનાર કરી રહ્યા છે. તેના માટે તેઓ ટ્વિટર પર લાઇવ છે. તેમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ તેમને પોતાના પ્રશ્ન પૂછી શકે છે.

આપને જણાવી દઇએ કે દર વર્ષે લાખો સ્ટુડન્ટસ મેડિકલ એન્જિનિયરિંગના યુઝી કોર્સીસમાં એડમિશન માટે નીટ અને જેઇઇ મેન જેવી પરીક્ષાઓમાં સામેલ થાય છે. આ વર્ષે પણ આવા લાખો સ્ટુડન્ટસને આ પરીક્ષાની કાગડોળે રાહ છે.

આ વખતે કોરોનાના લીધે બદલાતી સ્થિતિને ધ્યાનમાં રાખતા નેશનલ એન્ટ્રન્સ એજન્સી (NTA)એ નીટ યુજી 2020 (NEET UG 2020) અને જેઇઇ મેન 2 (JEE Main 2)માં પહેલી વખત થોડીક ઢીલ આપી હતી. તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષાઓ માટે પહેલેથી ભરવામાં આવેલી એક્ઝામ સિટીનો વિકલ્પ બદલવાની તક આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન