actress neetu kapoor opens up about not living with ranbir kapoor
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણબીર કપૂર સાથે નથી રહેવા માંગતી માતા નીતૂ કપૂર, કારણ જાણીને તમને ઝાટકો લાગશે!

રણબીર કપૂર સાથે નથી રહેવા માંગતી માતા નીતૂ કપૂર, કારણ જાણીને તમને ઝાટકો લાગશે!

 | 4:26 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી નીતુ કપૂરે કહ્યું છે કે તે તેની પ્રાઈવર્સીને મહત્વ આપે છે જેથી તે બાળકો સાથે નથી રહેતી. નીતુ કપૂર અને અભિનેતા ઋષિ કપૂરના બે બાળકો છે – રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર સાહાની. નીતુ કપૂરે કહ્યું કે તે ઈચ્છે છે કે તેના બાળકો પોતાના જીવનમાં સેટલ થઈ જાય.

નીતુ કપૂરે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. નીતુ કપૂરે કહ્યું, ‘હું ઈચ્છું છું કે તે તેના જીવનમાં વ્યસ્ત રહે. હું એમ જ કહું છું કે મારા દિલમાં રહો, મારા માથા ઉપર ન ચઢો. જ્યારે રોગચાળા દરમિયાન રિદ્ધિમાં મારી સાથે હતી ત્યારે હું એક વર્ષ માટે ખૂબ તણાવમાં હતી કારણ કે તે પાછી જઇ શકતી નહોતી.

નીતુ કપૂરે વાત કરી કે, ‘મને ખૂબ બેચેન થવાની ટેવ પડી ગઈ હતી. હું તેને કહેતી રહેતી હતી કે રિદ્ઘિમા પાછી જતી રહે, ભારત એકલું છે. હું ખરેખર તેને મારી જાતથી દૂર જવા માટે દબાણ કરી રહી હતી. મને મારી પ્રાઈવર્સી પસંદ છે. મને આ રીતે જ જીવવું ગમે છે. ‘ નીતુ કપૂરે કહ્યું, ‘મને યાદ છે કે જ્યારે રિદ્ધિમા ભણવા લંડન જઈ રહી હતી, ત્યારે હું ઘણા દિવસો ખુબ રડી હતી.’

અભિનેત્રીએ જણાવ્યું હતું કે રિદ્ધિમાને કોઈ મળવા અથવા ગુડ બાય કહેવા પણ આવતું તો નીતૂ રડવા લાગતી હતી. પરંતુ જ્યારે રણબીર થોડા વર્ષો પછી બહાર ગયો ત્યારે હું બિલકુલ રડી નહીં. અભિનેત્રીએ કહ્યું, ‘તેણે મને કહ્યું – માતા તમે મને પ્રેમ નથી કરતા. પરંતુ વાત એવી નથી. વાત માત્ર એટલી છે કે મને એ રીતે જીવવાની ટેવ પડી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન