- Home
- Videos
- Featured Videos
- નીતૂ કપૂરનો આ તે કેવો કોરોના ટેસ્ટ, લોકોએ ઉધડો લેતા વીડિયો કરવો પડ્યો ડિલીટ

નીતૂ કપૂરનો આ તે કેવો કોરોના ટેસ્ટ, લોકોએ ઉધડો લેતા વીડિયો કરવો પડ્યો ડિલીટ
સ્વર્ગીય અભિનેતા ઋષિ કપૂરની પત્ની (Rishi Kapoor’s Wife)અને બોલિવૂડના સુપરસ્ટાર (Bollywood Superstar) રણબીર કપૂર (Ranbir Kapoor) ની માતા નીતૂ કપૂરે ધર્મા પ્રોડક્શન (Dharma Production)ની આગામી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું (Jug Jug Jiyo)શૂટિંગ શરૂ કરી દીધું છે. નીતૂ કપૂરે ફિલ્મના સેટથી કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે જેમાં તે કોરોના વાયરસને (Corona Virus) લઈને ખુબ જ સાવચેતી રાખી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ નીતૂ કપૂર પોતે કોરોના વાયરસનો ટેસ્ટ (Corona Test) કરાવી રહી હોવાનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ માટે નીતૂના નાક અને ગળામાંથી સ્વૈબ લેવામાં આવી રહ્યાં હતાં. પરંતુ જે રીતે તેના સેમ્પલ લેવામાં આવી રહ્યાં હતાં તે પદ્ધતિ પર જ ચાહકોએ સવાલ ઉઠાવ્યા હતાં. આ પ્રકારે કરવામાં આવી રહેલા ટેસ્ટને લોકોએ ખોટો ગણાવ્યો હતો. આ સાથે જ અનેક લોકોએ નીતૂના આ વીડિયો પર કોમેન્ટોનો મારો ચલાવ્યો હતો. આખરે નીતૂએ તેને પોતાના પેજ પરથી હટાવી જ દેવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન