Neuro Robotics created a special delivery robot deliver-dominos-pizza
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હવે તમારા ઘરે Dominosના પિઝા દેવા આવશે રોબોટ, જાણો તેની ખાસિયત

હવે તમારા ઘરે Dominosના પિઝા દેવા આવશે રોબોટ, જાણો તેની ખાસિયત

 | 3:53 pm IST
  • Share

કોરોના સંકટની વચ્ચે મોટાભાગની કંપનીઓ તેમના ગ્રાહકોને ચેપથી બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ઘણી કંપનીઓએ સંપર્ક વિના(Contactless)ની હોમ ડિલિવરી સુવિધા શરૂ કરી. હવે આ એપિસોડમાં ન્યૂરો રોબોટિક્સ(Nuro Robotics)ની સહાયથી ડોમિનોઝ(Dominos)એ તમારા ઘરના દરવાજે પિત્ઝા(Pizza) પહોંચાડવાની નવી રીત શોધી કાઢી છે. આર-2 ન્યુરો રોબોટિક્સનું કસ્ટમ ઓટોનોમસ વ્હિકલ ઓન-રોડ ડિલિવરી રોબોટ (Delivery Robot) છે. તેને યુ.એસ.પરિવહન વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ સુવિધા હાલમાં અમેરિકાના હ્યુસ્ટન અને ટેક્સાસમાં શરૂ કરવામાં આવી છે.

પિઝા ડિલિવરી રોબોટ આ રીતે કામ કરશે

યુ.એસ.ના આ બંને શહેરોના પસંદગીના ગ્રાહકો સમય અને દિવસે પ્રિપેઇડ ઓર્ડર આપી શકે છે. તે પોતાનો ઓર્ડર આર-2 રોબોટ(R2 Robot) દ્વારા પહોંચાડવા માટે માગ કરી શકે છે. ડોમિનોઝ સ્ટોર દ્વારા ગ્રાહકોની પસંદગી કરવામાં આવશે અને આર-2ના વર્તમાન સ્થાન અને એક અનોખા પિન નંબર સાથે ટેક્ટસ નોટિફિકેશન મળશે.

આર-2 રોબોટની લોકેશનને ઓર્ડર કન્ફોર્મેશન પેજ પર જીપીએસની સહાયથી ટ્રેક કરી શકાય છે. ગ્રાહકે આર-2 ની ટચસ્ક્રીન પર એક યુનિક પિન નંબર દાખલ કરવો પડશે. આ પછી, તેના દરવાજા ખુલશે અને તે તમને ઓર્ડર આપી દેશે. ડોમિનોઝના ડેનિસ માલોની કહે છે કે ઓટોનોમસ ડિલીવરી સ્પેસના વિશે જાણવા માટે હજુ પણ ઘણુ બાકી છે.

ગ્રાહકો શું પ્રતિક્રિયા આપે છે

માલોનીએ કહ્યું, આ પ્રોગ્રામ દ્વારા અમને ગ્રાહકો આવી ડિલિવરીનો કેવો પ્રતિસાદ આપે છે તે વધુ સારી રીતે સમજી શકીશું. તેઓ રોબોટ્સ સાથે કેવી રીતે સંપર્ક કરે છે અને આ સ્ટોર ઓપરેશનને કેવી અસર કરે છે. તે જ સમયે, ન્યુરો રોબોટિક્સના ડેવ ફર્ગ્યુસને કહ્યું કે, પ્રથમ વખત અમે આર-2 અને ડોમિનોઝ સાથે ઓટોનોમસ ડિલીવરી શરૂ કરી રહ્યા છીએ. અમે હ્યુસ્ટનમાં ડોમિનોઝના પસંદ કરેલા ગ્રાહકો માટે અમારી ઓટોનોમસ ડિલિવરી બોટને લોંચ કરવા માટે ઉત્સાહિત છીએ. તેઓ શું વિચારે છે તે જોવા માટે અમે તત્પર છીએ.

આ વીડિયો પણ જૂઓ: CM યોગી આદિત્યનાથ કોરોના પોઝીટીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન