never take these things from anyone without money due-
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • ભૂલથી પણ કોઇ પાસેથી મફતમાં ન લેશો આ વસ્તુઓ, થઇ જશો કંગાળ આર્થિક ફટકો પડશે

ભૂલથી પણ કોઇ પાસેથી મફતમાં ન લેશો આ વસ્તુઓ, થઇ જશો કંગાળ આર્થિક ફટકો પડશે

 | 10:49 am IST
  • Share

દરેક વ્યક્તિની ઇચ્છા હોય કે તેનું જીવન સમૃદ્ધ અને સુખી રહે, પરંતુ ઘણી વાર પ્રયત્ન કર્યા પછી પણ પૈસા સંબંધિત સમસ્યાઓ ઘરમાં આવવા લાગે છે એક સાંધો ત્યા તેર તુટે એવી સ્થિતિ આવે છે અને આર્થિક સ્થિતિ બગડવાની શરૂઆત થાય છે. આ પાછળ ઘણા કારણો છે જેના પર આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. રોજિંદા જીવનમાં વ્યવહાર કરતા આપણે કેટલીક ભૂલો કરી દેતા હોઇએ છીએ જે આપણા જીવનને અસર કરે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે પૈસા વિના કદી લેવી જોઈએ નહીં. જો તમે પૈસા વિના કોઈની પાસેથી આ વસ્તુઓ લો છો, તો તમને પૈસાની ખોટ અને દેવાની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.જાણીએ એવી કઇ વસ્તુઓ છે જે પૈસા વિના ક્યારેય ન લેવી જોઈએ.
નમક

કેટલીકવાર જો ઘરમાં અચાનક મીઠું ખતમ થઇ જાય અને કોઈ પાસે લેવાનું હોય તો પાડોશી પાસેથી મીઠું
લો તો તેની કિંમત ચુકવી દો અથવા મીઠાની જગ્યાએ ફરી મીઠુ આપી દો કેમકે કોઇ પાસેથી મીઠુ લેવાથી ઘરની રસાતાળ જતી રહે છે. માનવામાં આવે છે કે મીઠું શનિ સાથે સંબંધિત છે. જો તમે કોઈની કિંમત ચૂકવ્યા વિના મીઠું લેશો, તો તમને દેવું થઇ શકે છે.
કાળા તલ
કાળા તલને રાહુ-કેતુ અને શનિ સાથે સંબંધ છે. રાહુ-કેતુ અને શનિની અશુભ અસરોથી બચવા માટે લોકો કાળા તલનું દાન કરે છે. આવી સ્થિતિમાં કાળા તલ ખાસ કરીને શનિવારે કે કોઈપણ સમયે પૈસા આપ્યા વિના ન લેવા જોઈએ. આ તમને જીવનમાં મુશ્કેલીઓ આપશે.

સોય -દોરો
રોજબરોજ વપરાશમાં લેવાતો સોય-દોરો કોઇની પાસેથી ન લેવો જોઇએ. આવુ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. પરિવારમાં અણબનાવ અને કંકાશ રહે છે. મુશ્કેલીઓ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન