New academic session: Out of 24 lakh students of Std. 9 to 11, only 2.27 lakh students came to school on the first day
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નવા શિક્ષણસત્ર: પ્રથમ દિવસે ધો.9થી 11ના 24 લાખમાંથી 2.27 લાખ વિદ્યાર્થી જ શાળામાં આવ્યાં

નવા શિક્ષણસત્ર: પ્રથમ દિવસે ધો.9થી 11ના 24 લાખમાંથી 2.27 લાખ વિદ્યાર્થી જ શાળામાં આવ્યાં

 | 8:34 am IST
  • Share

નવા શિક્ષણસત્રના પોણા બે મહિના વીતી ગયા બાદ આજે સોમવારથી ધોરણ ૯થી  ૧૧ના વર્ગોમાં પ્રત્યક્ષ રીતે ભણાવવાનું શરૂ થયુ હતુ, પરંતુ પ્રથમ દિવસે કુલ ૧૨,૯૩૬ હાઈસ્કૂલોમાંથી માત્ર ૫૦ ટકા જેટલી જ હાઈસ્કૂલો ખુલી હતી.

રાજ્યના ધોરણ.૯થી ૧૧ના કુલ ૨૪ લાખ જેટલા વિદ્યાર્થીઓમાંથી પ્રથમ દિવસે માત્ર ૨,૨૭,૮૭૪ વિદ્યાર્થીઓ જ શાળામાં ઉપસ્થિત રહ્યાં હોવાનું શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલરૂમ દ્વારા પ્રાપ્ત થયેલા હાજરીના આંકડા પરથી જણાઈ આવ્યું છે. ફિઝિકલ શિક્ષણકાર્યના પ્રથમ દિવસે અનેક વિદ્યાર્થીઓને શાળામાં જવા આડે વરસાદ પણ વિઘ્નરૂપ સાબિત થયો હતો.જેથી ઘણા વિદ્યાર્થીઓ શાળામાં જઈ શક્યા નહોતાં.

ગત ૧૮મી માર્ચથી કોરોનાની બીજી કાતિલ લહેર શરૂ થતાં,  રાજ્યભરમાં ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું અને એ પછી  પહેલી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયેલું છે, એટલે નવા  શિક્ષણસત્રના પોણા બે મહિના વીતી ગયા બાદ ધોરણ ૯થી ૧૧ના  વર્ગોમાં હવે સોેમવારથી પ્રત્યક્ષ રીતે ભણાવવાનું શરૂ થઈ  રહ્યું છે. ધોરણ ૧૨ સહિત તમામ કોલેજોમાં ઓફલાઇન શિક્ષણવર્ગો ગત  ૧૫મી જુલાઈથી જે રીતે શરૂ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ૨૮ લાખ જેટલી હોય છે, પરંતુ માસ પ્રમોશનના કારણે આ સંખ્યામા વધારો થયો છે. ધોરણ.૧૦માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વધી ગયાં છે. આજે અમદાવાદ શહેરની કુલ ૧,૦૬૪ હાઈસ્કૂલોમાં માત્ર ૩,૩૯૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.

શરૂ થયેલ સ્કૂલોના કુલ વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ દિવસે ધોરણ.૯માં ૨૩.૨૬ ટકા, ધોરણ.૧૦માં ૨૪.૨૫ ટકા, ધોરણ.૧૧માં ૧૪.૩૫ ટકા અને ધોરણ.૧૨માં ૪૭.૧૧ ટકા હાજરી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન