new board headed by IPS Hasmukh Patel will recruit 10,988 policemen
  • Home
  • Featured
  • આનંદો! IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં નવું બોર્ડ 10,988 પોલીસની ભરતી કરશે

આનંદો! IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં નવું બોર્ડ 10,988 પોલીસની ભરતી કરશે

 | 8:04 am IST
  • Share

પેપરલીકેજ, GADના વિવાદાસ્પદ ઠરાવ બાદ LRDના બોર્ડમાં અધ્યક્ષપદે બેIPS બદલાયા

GADના ૧-૮-૧૮ના વિવાદાસ્પદ ઠરાવ, ડિસેમ્બર- ૨૦૧૮માં LRD ભરતીમાં પેપર લીકેજકાંડ વચ્ચે ગુજરાત સરકારે લોકરક્ષક દળ- LRD ભરતી બોર્ડના અધ્યક્ષપદે બે IPS બદલ્યા છે. હવે ત્રીજા IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં રચાયેલા નવા બોર્ડ દ્વારા ૧લી ઓક્ટોબરથી ૧૦,૯૮૮ પોલીસ કર્મચારીઓની ભરતીની તૈયારી આરંભી છે. ૧લી ઓક્ટોબર- ૨૦૨૧થી GADની ભરતી માટે ઓનલાઈન ઉમેદવારીની પ્રક્રિયા શરૃ થશે.

ડિસેમ્બર- ૨૦૧૮માં ૭,૨૦૦ LRDની ભરતીમાં પરીક્ષા પહેલા જ પેપર લીક થયું હતું. બાદમાં નવેસરથી પરીક્ષા લેવાઈ ત્યારે GADના મહિલા અનામતના ઠરાવ સામે આંદોલનો ફાટી નિકળ્યા હતા. આથી, ડિસેમ્બર- ૨૦૧૯માં અસ્તિત્વમા આવેલા નવા ભરતી બોર્ડના અધ્યક્ષપદેથી પહેલા IPS મનોજ શશીધર, બાદમાં નરસિમ્હા કોમારને બદલી હવે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં ભરતીનો નિર્ણય લેવાયો છે. આ ફેરફાર પછી બોર્ડમાં IPS વાબાંગ જમીર, સાબરકાંઠાના જીઁ નીરજ બડગૂજર, પંચમહાલના જીઁ ડો. લીના પાટિલ અને હોદ્દાની રૃએ ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી એમ કુલ પાંચ સભ્યો રહેશે.

LRDની નવી ભરતીમાં વર્ગ-૩ના સંવર્ગમાં ૫,૪૮૮ બિન હથિયારી કોન્સ્ટેબલ, ૧,૦૫૦ હથિયારી કોન્સ્ટેબલ અને ૪,૪૫૦ SRPFની જગ્યાઓ છે. જેના માટે ૨૧ ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જેની સત્તાવાર જાહેરાત એકાદ દિવસમાં લોક રક્ષક ભરતી બોર્ડ- ૨૦૨૧ની અધિકૃત વેબસાઈટ ઉપરથી કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો