new covid varient in south africa change isolation rule india vs SA
  • Home
  • Sports
  • Cricket
  • કોરોનાના નવા વેરિઅન્ટને લીધે ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ સંકટથી ઘેરાયેલો

કોરોનાના નવા વેરિઅન્ટને લીધે ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ સંકટથી ઘેરાયેલો

 | 1:01 pm IST
  • Share

  • ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઈને ચિંતા

  • ટીમ ઈન્ડિયા 8-9 ડિસેમ્બરે રવાના થશે

દક્ષિણ આફ્રિકામાં ગભરાટ ફેલાવનાર કોવિડ-19ના નવા વેરિઅન્ટને કારણે ટીમ ઈન્ડિયાના આવતા મહિને પ્રવાસને લઈને ચિંતાઓ ઊભી થઈ છે અને આગામી દિવસોમાં ખેલાડીઓ માટે ક્વોરેન્ટાઇનના નિયમોમાં ફેરફાર થઈ શકે છે. ભારત 17 ડિસેમ્બરથી શરૂ થતા લગભગ સાત સપ્તાહના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ, ત્રણ ODI અને ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું છે. આ મેચો ચાર અલગ-અલગ શહેરો જોહાનિસબર્ગ, સેન્ચુરિયન, પાર્લ અને કેપટાઉનમાં રમાશે.

દક્ષિણ આફ્રિકાના ઉત્તરીય ભાગમાં કેસ ઝડપથી વધી રહ્યા છે અને ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ જોહાનિસબર્ગ અને પ્રિટોરિયા (સેન્ચુરિયનની નજીક)માં રમવાની છે.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે પીટીઆઈને કહ્યું, ‘જ્યાં સુધી અમે દક્ષિણ આફ્રિકાથી ત્યાંની પરિસ્થિતિ વિશે જાણી નથી લેતા ત્યાં સુધી અમે અમારી આગામી કાર્યવાહી વિશે કહી શકીશું નહીં. વર્તમાન સમયપત્રક મુજબ, ભારતીય ટીમે મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ 8 અથવા 9 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા જવા રવાના થવાનું છે.’

બીસીસીઆઈ હાલ આ પ્રવાસ વિશે કંઈ કહેવા માંગતું નથી, પરંતુ આગામી થોડા દિવસોમાં તે કોવિડના નવા વેરિઅન્ટ (B.1.1.529) વિશે CSA સાથે વાત કરી શકે છે. આ વેરિઅન્ટે સમગ્ર વિશ્વને એલર્ટ કરી દીધું છે. બીસીસીઆઈના અધિકારીએ એ પણ સંકેત આપ્યો છે કે ખેલાડીઓને મુંબઈથી જોહાનિસબર્ગ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં મોકલવામાં આવશે, પરંતુ બદલાયેલા સંજોગોમાં તેઓએ ત્રણ કે ચાર દિવસ માટે કડક અઈસોલેશનમાં રહેવું પડી શકે છે.

તેમણે કહ્યું, ‘અગાઉ કડક અઈસોલેશનનો કોઈ નિયમ નહોતો, પરંતુ ખેલાડીઓ બાયો-બબલમાં ચોક્કસ રહેશે. હવે દક્ષિણ આફ્રિકામાં કેસ વધી રહ્યા છે અને યુરોપિયન યુનિયને પણ અસ્થાયી રૂપે ત્યાંની ફ્લાઇટ્સ રદ કરી છે, ત્યારે આપણે આ પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.’ ભારત A ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે.

ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શિડ્યુલ નીચે મુજબ છે-

  • પહેલી ટેસ્ટ: 17-21 ડિસેમ્બર: વાન્ડરર્સ, જોહાનિસબર્ગ
  • બીજી ટેસ્ટ: 26-30 ડિસેમ્બર: સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન
  • ત્રીજી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી: ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન
  • 1લી ODI: 11 જાન્યુઆરી: બોલેન્ડ પાર્ક, પાર્લ
  • 2જી ODI: 14 જાન્યુઆરી: ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન
  • ત્રીજી ODI: 16 જાન્યુઆરી: ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન
  • 1લી T20: 19 જાન્યુઆરી: ન્યુલેન્ડ્સ, કેપ ટાઉન
  • 2જી T20: 21 જાન્યુઆરી: ન્યુલેન્ડ્સ, કેપ ટાઉન
  • ત્રીજી T20: 23 જાન્યુઆરી: બોલેન્ડ પાર્ક, પાર્લ
  • 4થી T20: 26 જાન્યુઆરી: બોલેન્ડ પાર્ક, પાર્લ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો