New Zealand Announces New PR Scheme
  • Home
  • NRI
  • ન્યૂઝીલેન્ડમાં 1,65,000 માઇગ્રન્ટ્સને એકસાથે રેસિડેન્સ વિઝા

ન્યૂઝીલેન્ડમાં 1,65,000 માઇગ્રન્ટ્સને એકસાથે રેસિડેન્સ વિઝા

 | 8:15 am IST
  • Share

 ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીયો માટે મોટા ખુશખબર છે. ન્યૂઝીલેન્ડના ઇમિગ્રેશન વિભાગે ગુરુવારે પ્રવાસી વિઝા સિસ્ટમમાં મોટા ફારફારો કરીને ઇમિગ્રન્ટસને મોટી રાહત આપતાં રેસિડેન્સી વિઝા ૨૦૨૧ની જાહેરાત કરી છે જેને પરિણામે ન્યૂઝીલેન્ડમાં વસેલાં ૧,૬૫,૦૦૦થી વધારે ઇમિગ્રન્ટસને કાયમી નિવાસી બનવાનો માર્ગ મોકળો થયો છે.

કુશળ કારીગરો દ્વારા દેશમાંથી પલાયન થવાનો ભય ઊભો થતાં તંત્રે ૧,૬૫,૦૦૦ ઇમિગ્રન્ટસને વન-ઓફ રેસિડેન્સી વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારના નિર્ણયથી ભારતીયોને લાભ થશે. ઇમિગ્રેશન મંત્રી ક્રિસ ફાફોઇએ જણાવ્યું હતું કે, દેશમાં બંધ સરહદના કારણે ઇમિગ્રેશન સમુદાયને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. નવી વિઝા પ્રણાલી દ્વારા તેમના માટે દેશમાં રેસિડેન્સીનો માર્ગ સરળ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો