New Zealand Pm Jacinda Ardern Temporarily Suspends Entry For Travellers From India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાના હાહાકાર વચ્ચે ભારતને વધુ એક ઝાટકો, ન્યૂઝીલેન્ડમાં હવે ભારતીયોને No Entry

કોરોનાના હાહાકાર વચ્ચે ભારતને વધુ એક ઝાટકો, ન્યૂઝીલેન્ડમાં હવે ભારતીયોને No Entry

 | 10:40 am IST
  • Share

ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોએ હવે દુનિયાનું પણ ટેન્શન વધારી દીધું છે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી ન્યૂઝીલેન્ડે ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ થોડા સમય માટે જ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 11 એપ્રિલથી લાગુ પડશે અને આગામી 28 એપ્રિલ સુધી રહેશે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અડર્ને આ બાબતની જાહેરત કરી છે.

ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી પોતના દેશના નાગરિકોને પણ ભારત જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમ જેસિંડાએ જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી ભારતથી આવતા તમામ પ્રકારના મુસાફરો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો પર હવે વેક્સીનની દુનિયાભરમાં થઈ રહેલી સપ્લાઈ પર પણ સંકટના વાદળ છવાયા છે.

ભારતમાં રોજેરોજ 1 લાખથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાંથી બે દિવસ તો કોરાનાના પ્રતિ દિન એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. ભારતમાં સ્થિતિ ગંભીર બનતા ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે.

સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ ન્યૂઝીલન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને ભારતથી આવતા તમામ મુસાફરો માટે પ્રવેશ પર રોક લગાવી છે. જેમાં ન્યૂઝીલેન્ડના નાગરિકો પણ સામેલ છે. જે ભારતથી પોતાના દેશ પાછા ફરી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ રોક 11 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી લાગુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન