Newly married Vicky Katrina shares photos of lohari celebration
  • Home
  • Entertainment
  • Bollywood
  • નવદંપતીની વીકી કેટરીનાની લોહરીની ઉજવણી, જુઓ તસવીરો

નવદંપતીની વીકી કેટરીનાની લોહરીની ઉજવણી, જુઓ તસવીરો

 | 12:02 pm IST
  • Share

  • કેટરીના લાલ સૂટમાં-વીકી પર્પલ ટ્રેક્સુટમાં દેખાયો
  • પ્રેમીપંખીડાઓના લોહરીના ફોટા થયા વાઈરલ
  • કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર કરી ચાર સ્ટોરી શેર

 

 

ગયા મહીને હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર વીકી કૌશલ અને કેટરીના કૈફે લગ્ન કર્યા હતા. આ લગ્ન થયા પહેલા અને તે પછી પણ સમાચારોમાં છવાયેલા રહ્યા હતા. તાજેતરમાં આ નવપરિણીત દંપતી લોહરીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. લોહરીની ઉજવણી દરમિયાન કેટરીના કૈફ લાલ રંગના સૂટમાં જોવા મળી હતી જયારે વીકી કૌશલ પર્પલ રંગના ટ્રેક્સુટમાં જોવા મળ્યો હતો.

કેટરીના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ચાર સ્ટોરી શેર કરી હતી જયારે વીકી કૌશલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નીચે હેપ્પી લોહરી લખ્યું હતું. આ પ્રેમીપંખીડાઓના લોહરીના ફોટા વાઈરલ થઇ રહ્યા છે. જેમાં વીકી કૌશલ પોતાની પત્ની કેટરીનાના ખભા પર હાથ રાખીને ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે. સરદાર ઉધમનો આ એક્ટર પંજાબી પરિવારમાંથી આવે છે અને પંજાબીઓમાં 13 જાન્યુઆરી રોજ લોહરીની ઉજવણી કરવામાં આવે છે.

ગયા વર્ષે થયેલા આ લગ્નમાં વીકી કૌશલ અને કેટરીના કૈફના પરિવારના સભ્યો જ શામેલ થયા હતા. લગ્નમાં કેટરીના કૈફ લાલ રંગના દુલ્હન સેટમાં ખુબ સુંદર લાગી રહી હતી જયારે વીકીએ સફેદ શેરવાની પહેરી હતી. લગ્નમાં પરંપરાગત રીતી રિવાજોથી અલગ રસમો પણ નિભાવવામાં આવી હતી. મોટાભાગે હિંદુ ધર્મ અનુસાર થતા લગ્નમાં કન્યાને મંડપ સુધી લઇ આવવાની જવાબદારી ભાઈની હોય છે. પરંતુ કેટરીના જયારે દુલ્હન બનીને માંડવે આવી હતી ત્યારે તેની છ બહેનો દ્વારા ફૂલોની ચાદર સાથે કન્યાને લગ્ન મંડપ સુધી લાવવામાં આવી હતી. તેનો સમગ્ર પરિવાર હિંદુ પરંપરાગત કપડા પહેરીને જોવા મળ્યો હતો. લગ્ન બાદ પણ કેટરીના અને પતિ વીકી કૌશલ એકબીજા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા જોવા મળે છે. ક્રિસમસનો તહેવાર હોય કે તેમના લગ્નને એક મહિનો થયો હોય કે લોહરીનો તહેવાર હોય બંને એકબીજાનો સાથ આપે છે. તાજેતરમાં જ કેટરીના પોતાના પતિને શુટિંગ દરમિયાન મળવા માટે પહોંચી હતી. કેટરીનાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોગ્રાફમાં એક – બે ફોટો ધૂંધળા પણ હોવા છતાં તેણે પોસ્ટ કર્યા છે કારણકે સંબંધોમાં પ્રેમની વધારે કિંમત છે.  

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો