• ચિત્રા નક્ષત્ર રહેશે અને પાંચ રાજયોગ બનશે
  • લક્ષ્મી પૂજનની તૈયારી સાંજથી જ શરૂ થઇ જાય 
  •  આરતી કરો જેથી માં લક્ષ્મી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે


24 ઓક્ટોબરના એટલે કે આજે આસો વદ અમાસના દિવસે સાંજે 5.30 વાગ્યાથી દિવાળી શરૂ થશે. સાંજે લક્ષ્મીપૂજાના સમયે ચિત્રા નક્ષત્ર રહેશે અને પાંચ રાજયોગ બનશે, સાથે જ બુધ, ગુરુ, શુક્ર અને શનિનો દુર્લભ સંયોગ બનશે. મંગળને કારણે પ્રોપર્ટી અને ઇલેક્ટ્રોનિક્સ કારોબારમાં તેજીના યોગ બનશે. શનિના પ્રભાવથી ખરીદી-વેચાણનો ફાયદો લાંબા સમય સુધી મળશે.

[[$googlead]]

આ વિશેષ ધન યોગની અસરથી વ્યાપારિક સ્થિતિ મજબૂત થશે. મંદીનો અંત આવશે. આઈટી સેક્ટરમાં બજારો વધશે. સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં મજબૂતી આવશે. શનિની દ્રષ્ટિ ગુરુ પર રહેશે. તેથી દિવાળીના લગભગ ત્રણ મહિના પછી ચાંદીના ભાવમાં વધારો થશે. અન્ય ધાતુઓના ભાવ અસ્થિર રહેશે.

[[$alsoread]]

લક્ષ્મી પૂજનની તૈયારી સાંજથી જ શરૂ થઇ જાય છે. ગણેશ લક્ષ્મીજીની બરાબર દિશામાં રહે અને તેમનું મુખ પૂર્વ તરફ હોય તેમ સ્થાપના કરવામાં આવે છે. તેમની સામે બેસીને ચોખા પર કળશ સ્થાપિત કરવામાં આવે છે. આ કલશ પર લાલ કપડામાં નારિયેળ લપેટીને મુકવામાં આવે છે. એક તેલ અને એક ગીનો દીવો મૂકી જળ, મૌલી, અબીલ, ચંદન, ગુલાલ, ચોખા, ધૂપ, ગોળ, ફૂલ, નૈવેદ્યથી પૂજા કરવામાં આવે છે. ખાતાવહીની પૂજા કર્યા પછી નવું કઈક લખો. ઘરના દરેક રૂમમાં, તિજોરી પાસે, આંગણામાં દીવા કરો. આ રીતે પૂજન કરીને આરતી કરો જેથી માં લક્ષ્મી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે.




  • Follow us on: