• FTPનું એક શિડ્યુલ જાહેર કર્યું છે
  • ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે વધુ મેચ રમશે
  • બંને ટીમો વચ્ચે છેલ્લા દસ વર્ષથી કોઈ દ્વિપક્ષીય શ્રેણી થઇ નથી



તાજેતરમાં bcci એ ફ્યુચર ટુર પ્રોગ્રામ એટલેકે FTPનું એક શિડ્યુલ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા આ FTP 2023-27માં ઓછી મેચ રમવાની છે. દર વર્ષે ટેસ્ટ અને લિમિટેડ ઓવરોની શ્રેણીનું ટાઈમ ટેબલ જાહેર થતું હોય છે. જોકે આ વખતેની આશ્ચર્યજનક બાબત એ છે કે ભારત અને પાકિસ્તાન સામે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાવવાની નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ શ્રેણીની રાહ જોઈ રહેલા ચાહકો માટે આ ચોંકાવનારા સમાચાર છે. બંને ટીમો વચ્ચે છેલ્લા દસ વર્ષથી કોઈ દ્વિપક્ષીય શ્રેણી થઇ નથી. પરંતુ હવે આગામી પાંચ વર્ષ સુધી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ શ્રેણી યોજવી શક્ય નથી. ટુર પ્રોગ્રામમાં પાકિસ્તાન કૉલમ ખાલી રાખવામાં આવી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે વધુ મેચ રમશે. BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું છે કે મેચોની સંખ્યા ભલે ઓછી કરવામાં આવી હોય, પરંતુ ગુણવત્તામાં વધારો કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમે આ પાંચ વર્ષ દરમિયાન (2023-2027) બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 38 ટેસ્ટ (20 ઘરેલું, 18 વિદેશમાં), 42 ODI (21 ઘરેલું, 21 વિદેશમાં), 61 T20 (31 ઘરેલું, 30 વિદેશી) મેચ રમી છે. રમશે તમને જણાવી દઈએ કે જ્યાં સુધી ભારત સરકારની મંજૂરી ન મળે ત્યાં સુધી BCCI પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવા અંગે કોઈ નિર્ણય લઈ શકે નહીં. છેલ્લી FTPમાં દ્વિપક્ષીય શ્રેણી હેઠળ ભારતે 163 મેચ રમી હતી જયારે આ વખતે 141 મેચ રમવાની છે. મેચોમાં ઘટાડો થવાનું કારણ એ છે કે દર વર્ષે ICC ઇવેન્ટ્સ થાય છે અને (IPL) વિન્ડો (પ્રતિ સિઝનમાં 75 થી 80 દિવસ) પણ વધી રહી છે.

  • Follow us on: