ઘર એટલે એક એવી જગ્યા જ્યા માણસ શાંતીથી પોતાના પરિલાર સાથે ખુશી ખુશી રહી શકે. હિંદૂ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું અનોખુ મહત્ત્વ રહેલુ છે. તમારા ઘર કેવુ હોવુ જોઇએ વાસ્તુશાસ્ત્રમાં વિગતે વર્ણન કરવામાં આવ્યુ છે. વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો છે જેનુ પાલન કરવાથી વાસ્તુદોષ નિવારી શકાય છે. ઘરનો મુખ્ય દરવાજો આપણા ઘરના વડીલ કે મોભીની જેમ ખુબ મહત્વનો છે ઘરમાં પ્રવેશતા જ તમે અનુભવશો કે ઘરમાં કેટલી શાંતી છે.


વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ તમારી પ્રગત્તિમાં વિઘ્ન નાખી શકે છે. તો આ વાતને ખાસ યાદ રાખીને ઘરમાં વાસ્તુ અનુસાર ફેરફાર કરાવવા જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના કેટલાક નિયમો છે જેનુ પાલન કરવુ જોઇએ.

કચરાનો ડબ્બો

વાસ્તુશાસ્ત્ર અનુસાર કચરાના ડબ્બાને ઘરની સામે ક્યારેય ન રાખવો જોઇએ. કચરો જ્યાં ત્યા ફેંકવો ન જોઇએ . કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. જે ઘરમાં સ્વચ્છતા હોય તે જ ઘરમાં શાંતિ, ખુશી અને સંતોષ મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ગંદકી હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આ નકારાત્મક ઉર્જા પ્રગત્તિનો રસ્તો રોકે છે.

ઘરમાં રહેલા ફૂલ છોડ

જો તમારા ઘરના મુખ્ય દ્વારની સામે જ મોટુ વૃક્ષ હોય તો તે તમારી પ્રગત્તિને રોકશે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે ઘરની બહાર ખુલ્લી જગ્યા હોવી જોઇએ. જેનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ રહે છે સમૃદ્ધિ આવે છે.

કાદવ-કીચ્ચડ

ઘરના મુખ્ય દરવાજે ગટર કે ગંદકી ન હોવી જોઇએ. આવુ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જે તમારી પ્રગત્તિને રોકી લે છે.

વીજળીનો થાંભલો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજે વીજળીનો થાંભલો હોવો જોઇએ નહી. મુખ્યદ્વારે વિજ પોલથી ઘરમાં તકરાર કે વાદ-વિવાદ વધે છે.

સીડી

ઘરના મુખ્ય ગરવાજે સીડી હોવી ન જોઇએ. જેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. પ્રગત્તિમાં સફળતા મળતી નથી. મુખ્ય દરવાજે સીડીઓ હોવાથી મોટુ નુકસાન થાય છે.


  • Follow us on: