ભાવનગર શહેરમાં આવતીકાલે કેટલાક વિસ્તારમાં પાણીકાપ ઝીંકાશે અને શહેરના 40 ટકા વિસ્તારમાં ઝીંકાશે પાણી કાપ ઉનાળાની ગરમીમાં પાણીના ધાંધિયા થતા શહેરીજનો પણ અકળાઈ ગયા છે, નાવડા ખાતે શટ ડાઉનને લઈ તમામ પંપિગ સ્ટેશન બંધ રહેવાના છે અને તેના કારણે પાણી કાપ રહેશે.
ભાવનગરના આ શહેરોમાં રહેશે પાણી કાપ
ભાવનગરના તરસમિયા, તખ્તેશ્વર, નારી ફિલ્ટર, અકવાડા, ઘોઘા રોડ, કાળીયાબીડ, ઘોઘા સર્કલ,ચિત્રા સહિતના વિસ્તારોમાં પાણીકાપ રહેશે.બાલયોગીનગર ઈએસઆર આધારીત અખિલેશ સર્કલ આજુ-બાજુની સોસાયટી, રૂવા ગામ, બાલા હનુમાન પાર્ક, મીરાંપાર્ક, લાખાવાડ, મીની હીરાબજાર, ઘોઘારોડ, અકવાડા વગેરે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. ઉપરાંત વર્ધમાન ઈએસઆર આધારિત વર્ધમાનનગર, બે-માળીયા, દેવરાજનગર, આશુતોષ, ભાગ્યોદય, માલધારી, શિક્ષક સોસાયટી, મહાવીરનગર, અર્બન-૧૬૦, તળાજા રોડ, શિવનગર-૨, કામીનીયાનગર, રાધેશ્યામ, કસ્તુરબા, જીએમડીસી વસાહત, શેત્રુંજી રેસીડેન્સી-૧-૨-૩-૪, તખ્તેશ્વર હાઇટ્સ, તરસમિયા ગામ, અધેવાડા ગામ અને અધેવાડાની સોસાયટીઓ વેગેરે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.
પાણી કાપથી શહેરીજનો ત્રાહિમામ
ભાવનગર શહેરમાં ઉનાળા દરમિયાન બે થી ત્રણ વખત પાણી કાપ મૂકાયો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, ઉનાળામાં સૌથી વધારે પાણીની જરૂરિયાત રહેતી હોય છે અને તેવા સમયે પાણી કાપ મૂકવામાં આવે તો લોકોને તકલીફ પડી રહી છે. વીજ કાપ, વોટર વર્કસ અને ફિલ્ટર વિભાગની રીપેરીંગ કામગીરી, લાઈન તૂટવી વગેરે કારણસર પાણી કાપ જાહેર કરવામાં આવતા હોય છે તેમજ કેટલીકવાર અચાનક પાણી કાપ રાખી દેવામાં આવતો હોય છે.









