અમદાવાદમાં વગર વરસાદે પાણી ભરાયા છે, અનિલસ્ટાર્ચ મિલ રોડ પર ભરાયા ગટરના પાણી તો ગટરના પાણી રોડ પર ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, એક તરફ રસ્તા પર મસમોટો ખાડો પણ પડ્યો છે, બીજી બાજુ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે અને સ્થાનિકોને ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
ચોમાસું નજીક હોવા છતાં તંત્રની કામગીરી અધૂરી
સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસુ નજીક છે અને તંત્રની કામગીરી અધુરી છે સાથે સાથે ગટરના પાણી બેક મારે છે અને ગટરના પાણી ઘર સુધી આવી જાય છે. ગટરના પાણીથી બાળકો બીમાર પડે છે અને પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે, આ કામ ક્યારે પૂરું થશે કઈ સમજાતું નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.
વરસાદ પહેલા અમદાવાદ મનપા તંત્ર એલર્ટ
પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંગે મળી બેઠક જેમાં તમામ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હાજર રહ્યા હતા અને બેઠક યોજાઈ હતી, કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકરીઓની બેઠક મળી અને પ્રિ-મોન્સૂનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા ચર્ચા કરાઈ હતી, નીચાણવાળા વિસ્તારમાં પાણી નિકાલ અંગે ચર્ચા કરાઈ.









