Nitin patel on 4-5 death bodies were in a single ambulance in Gandhinagar
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગાંધીનગરમાં એમ્બ્યુલન્સમાં એક ઉપર એક 4-5 મૃતદેહો ખડકીને લવાતા મચી સનસનાટી, તપાસના આદેશ

ગાંધીનગરમાં એમ્બ્યુલન્સમાં એક ઉપર એક 4-5 મૃતદેહો ખડકીને લવાતા મચી સનસનાટી, તપાસના આદેશ

 | 2:13 pm IST
  • Share

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોના કેસના આંકડામાં વધારો થતા તંત્ર સફાળું જાગ્યું છે. આ વચ્ચે તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા પોકળ સાબિત થતા હોય એવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને લઇને તંત્રની બેદકારી સામે આવી છે. જેમા તંત્ર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો મલાજો પણ જાળવી શક્યું નથી. એક જ એમ્બ્યુલન્સમાં 4થી 5 મૃતદેહ ભરવામાં આવ્યા છે.

એક જ એમ્બ્યુલન્સમાં ઉપરાઉપરી 4થી 5 મૃતદેહો ખડકીને લાવવામાં આવતા હોવાની ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. આ મામલે DYCM નીતિન પેટલે તત્કાળ તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે પ્રોટોકોલ પ્રમાણે કામગીરી થશે. આ ઘટના મારી જાણમાં નથી. આ ઘટનાને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને લઇને આંકડામાં થતી ગોલમાલની પોલ ઉઘાડી પડી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને એક જ એમ્બ્યુલન્સમાં ભરવામાં આવે છે. હાલ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઇ રહી છે જેમા એક જ એમ્બ્યુલન્સમાં 4થી 5 મૃતદેહ જોવા મળી રહ્યા છે. આ જોતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું તંત્ર મૃત્યુ પામેલા લોકોનો મલાજો પણ જાળવી શક્યું નહીં.

ઉલ્લેખનીય છે કે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તો સામે મૃત્યુઆંકના આંકડામાં સામે આવી રહ્યા છે. સરકારના આંકડા અને એમ્બ્યુલન્સમાં દેખાતા મૃતદેહો સરકારની પોલ ખોલી રહ્યા છે. કોરોનાની કપરી સ્થિતિમાં ટપોટપ મરતા લોકો સરકારના આંકડા માત્ર વાહવાહી પૂરતા સિમિતિ રહ્યા છે. જ્યારે પરિસ્થિતિ સરકારના આંકડાથી વિપરીત જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન