આ શુક્રવારે 30 જુલાઈએ મોટા પડદા પર હોલીવુડ ફિલ્મ સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે સાથે રાઘવ જુયાલની ભાઈ તેરા સ્ટાર હૈની ટક્કર થઈ. જોકે, હોલીવુડની સુપરહીરો ફિલ્મ સામે ટક્કર લેવી રાઘવની ફિલ્મને ભારે પડી છે. સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડેની ભારે માગને કારણે ભારતમાં મોટાભાગના સ્ક્રીન પર ટોમ હોલેન્ડની ફિલ્મ ચાલી રહી છે. રાઘવ જુયાલની નવી ફિલ્મ દેશભરમાં 1,000થી પણ ઓછી સ્ક્રીન પર રજૂ થઈ. તેના કારણે ફિલ્મની શરૂઆત પણ ખૂબ જ ઠંડી રહી છે. ભાઈ તેરા સ્ટાર હૈની શરૂઆત કેવી રહી? ભાઈ તેરા સ્ટાર હૈ રાઘવ જુયાલની મુખ્ય અભિનેતા તરીકેની પહેલી ફિલ્મ છે. તેની અગાઉની સફળ ફિલ્મ કિલ હતી, જેમાં તેણે લક્ષ્યની સામે વિલનની ભૂમિકા ભજવી હતી. કિલને વિવેચકોની પ્રશંસા તો મળી જ હતી, સાથે દર્શકોનો પણ ભરપૂર પ્રેમ મળ્યો હતો. જોકે, રાઘવની એકલા હીરો તરીકેની ભાઈ તેરા સ્ટાર હૈ પહેલા જ દિવસે નિષ્ફળ સાબિત થઈ છે. 826 સ્ક્રીન પર રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે માત્ર 0.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. https://www.instagram.com/reel/Daj6rcIo5t8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== બીજી તરફ, કિલ એ રિલીઝના પહેલા દિવસે 1.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એટલે ભાઈ તેરા સ્ટાર હૈની પહેલા દિવસની કમાણી કિલની સરખામણીમાં 80% ઓછી રહી છે. સ્પાઇડર-મેન સાથેની ટક્કર અને શરૂઆતના નબળા રિવ્યૂને કારણે હવે ફિલ્મની કમાણીમાં મોટો વધારો થવાની શક્યતા ઓછી છે. કિલથી રાઘવ જુયાલને મળી હતી ઓળખ નિખિલ ભટ્ટના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ કિલ રાઘવ જુયાલની કારકિર્દીની મહત્વની ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેઓ એક નવા અંદાજમાં જોવા મળ્યા હતા. ફિલ્મે ભારતમાં કુલ 24.97 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી, જ્યારે વિશ્વભરમાં તેનું કુલ કલેક્શન 48 કરોડ રૂપિયાથી વધુ રહ્યું હતું. ભાઈ તેરા સ્ટાર હૈ માટે રાઘવની અગાઉની સફળ ફિલ્મનો રેકોર્ડ તોડવો મુશ્કેલ રહેશે. ભાઈ તેરા સ્ટાર હૈ ફિલ્મ વિવેક બી. અગ્રવાલના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં રાઘવ જુયાલ ઉપરાંત નિહારિકા એનએમ, સંજય કપૂર, નિક્કી વાલિયા, બરખા સિંહ, વિવાન ભટેના અને પાર્વતી ઓમાનકુટ્ટન જેવા કલાકારો પણ જોવા મળે છે. ફિલ્મની વાર્તા વિવેક બી. અગ્રવાલ અને સુદીપ્તો સરકારે લખી છે. આ પણ વાંચો-Shagufta Aliએ કેમ ન કર્યા લગ્ન? 26 વર્ષના ડેટિંગ પછી પાર્ટનરનું થયું હતું નિધન!