No Beds Morbi and Valsad Hospital, Patients Treatment in Lobby
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • અ’વાદ જ નહીં મોરબી-વલસાડની પણ ખસ્તા હાલત, લોબીમાં દર્દીઓની સારવાર, એમ્બ્યુલન્સોની લાઈનો

અ’વાદ જ નહીં મોરબી-વલસાડની પણ ખસ્તા હાલત, લોબીમાં દર્દીઓની સારવાર, એમ્બ્યુલન્સોની લાઈનો

 | 4:50 pm IST
  • Share

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબૂ બની ગયો છે. તેવામાં અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સોની લાઈનોના સમાચાર તો જોયા જ હશે. કોરોનાને કારણે મોટા શહેરો જ નહીં પણ અન્ય જિલ્લાઓની હાલત પણ ખસ્તા થઈ ચૂકી છે. મોરબી અને વલસાડની સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. અને 108 એમ્બ્યુલન્સોની લાઈનો લાગેલી છે.

વિકસિત ગુજરાતની વાતો વચ્ચે કોરોના મહામારીએ જે દ્રશ્યો દેખાડ્યા છે તે દ્રશ્યો ભગવાન ફરી ક્યારેય ન બતાવે તેવી હાલ લોકો પ્રાથના કરી રહ્યા છે. કોરોનાને કારણે હાલ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મળી રહ્યા નથી. મોરબી સિવિલ હોસ્પિટલનાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં હોસ્પિટલમાં બેડના અભાવે લોબીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. તમામ વ્યવસ્થાના દાવા કરતી સરકાર વચ્ચે આ જમીની હકીકત છે.

તો વલસાડમાં પણ કોરોનાને કારણે દર્દીઓની દુર્દશા થઈ રહી છે. વલસાડની સિવિલ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો લાગેલી છે. અને દોઢ કલાકથી પણ વધારે સમય સુધી દર્દીઓને રાહ જોવી પડી રહી છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાં પણ બેડ ખાલી ન હોવાને કારણે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગી રહી છે. આમ માત્ર એકલાં અમદાવાદમાં જ નહીં પણ રાજ્યમાં ઠેર-ઠેર કોરોના ભયાવહ દ્રશ્યો લોકોને દેખાડી રહ્યું છે. તેવામાં હવે લોકોએ પોતે જ સાવચેત રહેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન