મારા પિતા જેવું કોઈ ન બની શકે : અભિષેક બચ્ચન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • મારા પિતા જેવું કોઈ ન બની શકે : અભિષેક બચ્ચન

મારા પિતા જેવું કોઈ ન બની શકે : અભિષેક બચ્ચન

 | 12:20 am IST
  • Share

અભિષેક બચ્ચનનાં નસીબ તેનાથી હંમેશાં બે ડગલાં આગળ જ ચાલે છે. તે નસીબનો બળિયો છે. તેની ફિલ્મ બિગ બૂલ રિલીઝ થઇ તે પહેલાં જ પ્રતીક ગાંધીની ફિલ્મ સ્કેમ આવી ગઇ અને સ્કેમને લોકોએ એટલી પસંદ કરી કે અભિષેકની ફિલ્મ બિગ બૂલ આવી ત્યારે હંમેશની જેમ તેને જોયા પહેલાં જ આ ફિલ્મ ટ્રોલ થવા માંડી હતી. બિગ બૂલ પહેલાં થિયેટરમાં રિલીઝ કરવાની હતી પણ તેને બદલે હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને જોઇને ઘણાં લોકોએ તેને વખાણી હતી. પહેલાં જે લોકો બિગ બૂલને ટ્રોલ કરતાં હતા હવે તેઓ જ તેનાં વખાણ કરી રહ્યાં હતા. ઘણા લોકોને તો આ ફિલ્મમાં અભિષેકની ફિલ્મ ગુરુની પણ ઝાંખી થતી હોય તેવું અનુભવ્યું હતું. અભિષેકના એક ફેને તેનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે તેં  બિગ બૂલ ફિલ્મમાં તારા પિતા અમિતાભ જેવી જ એક્ટિંગ કરી છે. તેના ફેનની આ કોમેન્ટ વાંચીને અભિષેકે આભાર માનતાં જણાવ્યું હતું કે અહીં મને ભાગ્યે જ સારું વાંચવા મળતું હોય છે. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ વાત કહી પણ ખરું પૂછો તો મારા પિતા લેજન્ડ છે, હું એમના જેવી એક્ટિંગ ક્યારેય ન કરી શકું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન