No one has the strength that you can do with Cyber Fraud
  • Home
  • Tech
  • ઈન્ટરનેટના જમાનામાં ફ્રોડના કેસોમાં થયો ધરખમ વધારો, રાખો સાવચેતી

ઈન્ટરનેટના જમાનામાં ફ્રોડના કેસોમાં થયો ધરખમ વધારો, રાખો સાવચેતી

 | 6:32 pm IST
  • Share

  • સોશિયલ મીડિયા યુગમાં ફ્રોડના કેસોમાં થયો ધરખમ વધારો
  • સિક્યોરિટી અપડેટથી ફોન હેક થવાની સંભાવના ઓછી રહે છે
  • બ્રોડબેન્ડનો ઉપયોગ કરો તેના વાઈફાઈ પાસવર્ડનું ખાસ ધ્યાન રાખો

આજે આધુનિક અને ડિજીટલ યુગ ચાલી રહ્યો છે. ઈલેટ્રોનિક્સ માધ્યમથી દરેક વ્યવહાર થવા લાગ્યા છે. શોપિંગ (Shoping), બેંકિંગ (Banking) સહિતની સુવિધાઓ હવે લોકો મોબાઈલ(Mobile) અને કોમ્પ્યુટર (Computer) દ્વારા કરવા લાગ્યા છે. પણ જેટલા પ્રમાણમાં ડિજીટલમાં વધાર થયો છે તેટલો જ બીજી તરફ ફ્રોડમાં પણ વધારો થયો છે. મોટા ભાગની મોબાઈલ ફોન કંપનીઓ પોતાના હેન્ડસેટની સિક્યોરીટીને મજબૂત બનાવવા માટે સતત નવા નવા અપડેટ્સ મોકલતી રહે છે. પોતાના ફોનને સિક્યોર કરવા માટે તેને અપડેટ કરતા રહો. આ માટે તમારા ફોનના સેટિંગ્સમાં જઈને સોફ્ટવેર અપડેટ ચેક કરી શકો છો. તમે આ બાબત પર ધ્યાન નહીં આપ્યું હોય પરંતુ અમે તમને હેકિંગથી બચાવવાની આ ટ્રિક પણ બતાવીએ છીએ.

બ્રોડબેન્ડ રાઉટરમાં હાજર યુનિવર્સ પ્લગ એન્ડ પ્લેને હંમેશા બંધ રાખો

 તમારા બ્રોડબેન્ડ રાઉટરમાં હાજર યુનિવર્સ પ્લગ એન્ડ પ્લેને હંમેશા બંધ રાખો. જ્યારે જરૂરી હોય ત્યારે જ તેને ઓન કરો. હકિકતમાં પ્લગ એન્ડ પ્લેની મદદથી જ કોઈપણ આઉટસાઈડર તમારા નેટવર્કમાં સરળતાથી કનેક્ટ થઈ જાય છે. Cyber fraud ઘૂસણખોરી માટે પણ આ ટ્રિકનો ઉપયોગ કરીને તમારા ફોનને હેક કરી શકે છે.

સિક્યોરિટી અપડેટથી ફોન હેક થવાની સંભાવના ઓછી રહે છે

સારી બ્રાન્ડનો મતલબ ફક્ત મોંઘા ફોન હોય એવું નથી. આ દિવસોમાં સેમસંગ અને એલજી જેવી બ્રાન્ડ પણ ખૂબજ સારા ફોન નીકાળી રહી છે. સારી બ્રાન્ડના સ્માર્ટફોનની એક ખાસિયત એ છે કે તેમાં સિક્યોરિટી અપડેટ સમય સમય પર આવતા રહે છે. એવામાં Cyber fraud થી ફોન હેક થવાની સંભાવના ઓછી રહે છે.

બ્રોડબેન્ડનો ઉપયોગ કરો તેના વાઈફાઈ પાસવર્ડનું ખાસ ધ્યાન રાખો

જ્યારે પણ ઘરમાં બ્રોડબેન્ડનો ઉપયોગ કરો તેના વાઈફાઈ પાસવર્ડનું ખાસ ધ્યાન રાખો. યાદ રાખો કે તમારા નામનો પાસવર્ડમાં ઉપયોગ ના કરો. સાઈબર ચોરી કરવા માટે સૌથી પહેલા પાસવર્ડમાં તમારું નામ નાખીને જ Cyber એટેક કરવામાં આવે છે.

પાસવર્ડ સેટ કરતી વખતે હંમેશા નંબર અને સ્પેશલ કેરેક્ટરનો ઉપયોગ કરો

મોબાઈલમાં સ્ટ્રોન્ગ પાસવર્ડ રાખવો સુરક્ષાની સૌથી મોટી વ્યવસ્થા છે. જો તમારા મોબાઈલમાં ઓછામાં ઓછા 8 કેરેક્ટર્સનો પાસવર્ડ નાખો છો તો તેને ક્રેક કરવું થોડું મુશ્કેલ બની જાય છે. પાસવર્ડ સેટ કરતી વખતે હંમેશા નંબર અને સ્પેશલ કેરેક્ટરનો ઉપયોગ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો