No Positive case in last 100 days at devbhumi dwarka of gujarat
  • Home
  • Gujarat
  • નવા વેરિએન્ટના ખતરા વચ્ચે રાહત, રાજ્યના આ જિલ્લામાં 100 દિવસથી કોઈ કેસ નહીં

નવા વેરિએન્ટના ખતરા વચ્ચે રાહત, રાજ્યના આ જિલ્લામાં 100 દિવસથી કોઈ કેસ નહીં

 | 7:37 pm IST
  • Share

  • દેવભૂમિ દ્વારકામાં કોરોનાના વળતા પાણી…!
  • જિલ્લાના 214 ગામોમાં પ્રથમ ડોઝની કામગીરી સંપૂર્ણ
  • 63 ટકા લોકોએ વૅક્સિનના બન્ને ડોઝ લઈ લીધા

અવારનવાર સ્વરૂપ બદલવા માટે પંકાયેલા જીવલેણ કોરોના વાઈરસનો હવે નવો વેરિએન્ટ સામે આવ્યો છે. કોરોનાના આ નવા વેરિએન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ઓમિક્રૉન નામ આપ્યું છે. કોરોનાના આ નવા વેરિએન્ટે ભારત સહિત સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે, ત્યારે ગુજરાતના એક રાજ્યમાં રાહતના સમાચાર મળી રહ્યાં છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં કોરોનાના વળતા પાણી શરૂ થયા હોય તેમ લાગી રહ્યું છે.

હકીકતમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 100 દિવસથી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લામાં વૅક્સિનેશન અભિયાનના કારણે સંક્રમણ કાબૂમાં આવી ગયું છે.

દેવભૂમિ દ્વારકામાં રસીકરણ અભિયાન અંતર્ગત કામગીરી ચાલી રહી છે. જિલ્લાના 214 ગામોમાં પ્રથમ ડોઝની કામગીરી સંપૂર્ણ થઈ ગઈઊ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 88 ટકા લોકોએ કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ તો 63 ટકા લોકોએ કોવિડ વૅક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે.

જણાવી દઈએ કે, કોરોના વાઇરસના આ નવા ઓમિક્રૉન વેરિએન્ટને જોતા અનેક દેશોએ ફ્લાઈટો પર રોક લગાવી દીધી છે. ભારતમાં પણ આ નવા વેરિએન્ટથી બચવા માટે કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકાર તરફથી પણ આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે નવા વેરિએન્ટથી બચવા માટે રાજ્યના તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્ટયું છે. ગુજરાતના એરપોર્ટ પર લેન્ડ કરનારા કેટલાક દેશોના મુસાફરો માટે RT_PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.

યુરોપ, યુકે, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશસ, ન્યૂઝીલેન્ડ, ઝીમ્બાબ્વે અને હૉંગકૉંગથી આવનારા મુસાફરોને એરપોર્ટ પર કોરોનાનો નેગેટિવ RT-PCR ટેસ્ટ દેખાડવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. જે બાદ જ તેમને રાજ્યમાં એન્ટ્રી મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો