Not every woman doesn't want to have sex after having a baby
  • Home
  • Relationship
  • દરેક સ્ત્રીને બાળક આવ્યા બાદ સેક્સની ઇચ્છા મરી નથી પરવારતી

દરેક સ્ત્રીને બાળક આવ્યા બાદ સેક્સની ઇચ્છા મરી નથી પરવારતી

 | 4:30 pm IST
  • Share

અંકિત તેના પાંચ મહિનાના નાના બાળકને લઇને લાઇટ્સ ઓફ કરીને બીજા રૂમમાં જતો રહ્યો પણ અનુના વિચારોનો દોર શરૂ થઈ ગયો

અનુ, તને તકલીફ શું છે એ જ હું નથી સમજી શકતો, હું જાણું છું કે તું થાકી જાય છે, આખો દિવસ બાળકની જવાબદારી, ઘરનું કામ અને ગેસ્ટ આવ્યા હોય તો એ પણ સંભાળવું પડે છે. હું જાણું જ છું કે તારા માથે ઓવર બર્ડન છે, એટલે જ રાત્રે હું આવું એટલે બાળકને સાચવવાની સંપૂર્ણ જવાબદારી હું લઇ લઉં છું. આખા દિવસની કામવાળી પણ એટલે જ રાખી છે, જેથી તારા માથે બર્ડન ઓછું થઇ જાય. હું તારી સમસ્યા સમજું જ છું, બાળક આવ્યા પછી સ્ત્રીનું જીવન ધરમૂળથી બદલાઇ જતું હોય છે, બધી વાત સાચી પણ મને એક જ વાત નથી સમજાતી કે હું ક્યાં ઓછો પડું છું કે તું નાની નાની વાતે કારણ વગર ઝઘડા કર્યાં કરે છે? અનુ જીવનમાં શાંતિ પણ જરૂરી છે, એ હવે તારે સમજવાની જરૂર છે. ઇટ્સ હાઈ ટાઇમ નાઉ. કારણ વગરના ઝઘડા ન કર મહેરબાની કરીને. અથવા તો ખરેખર જે મનમાં ચાલી રહ્યું હોય એ જણાવી દે, જેથી સમસ્યાનું સચોટ નિવારણ આવી જાય.

આટલું કહીને અંકિત તેના પાંચ મહિનાના નાના બાળકને લઇને લાઇટ્સ ઓફ્ કરીને બીજા રૂમમાં જતો રહ્યો પણ અનુના વિચારોનો દોર શરૂ થઈ ગયો. અનુ અને અંકિતની સેક્સ્યુઅલ લાઇફ એકદમ ડિઝાયરેબલ હતી. બંનેએ બાળક આવ્યું તે પહેલાં અત્યંત ઉત્તેજિત સેક્સલાઇફ માણી હતી. બી.ડી.એસ.એમ.નો અનુભવ પણ બંનેએ કરી લીધો હતો. મોટાભાગનાં આસનો ટ્રાય કરી લીધાં હતાં, પણ બાળક આવ્યા બાદ બંનેનાં જીવનમાં ઘણું પરિવર્તન આવી ગયું હતું. અંકિત જાણતો હતો કે બાળક આવ્યા પછી સ્ત્રીને ઘણાં સપોર્ટની જરૂર પડે છે. તે પૈસેટકે સુખી હતો, તેથી આખા દિવસની કામવાળી બંધાવી હતી, રાત્રીના સમયે પોતે બાળકની જવાબદારી લઇ લેતો, જેથી અનુ આરામ કરી શકે. પણ રાત્રે તે બાળકની જવાબદારી લેતો વળી બીજા દિવસે ઓફિસ જવાનું હોવાથી તે પણ થાકી જતો, તેથી બાળક આવ્યા બાદ પાંચ મહિનાથી બંને વચ્ચે કોઇ જ ઇન્ટિમસી નહોતી બંધાઈ. વળી અંકિત એ પણ જાણતો હતો કે બાળક આવ્યા પછી સ્ત્રીને સેક્સ્યુઅલ ડિઝાયર ઓછી થઈ જતી હોય છે. બસ, સાચું પૂછો તો અંકિત અહીં જ ભૂલ કરતો હતો.

અનુને શારીરિક નિકટતા કેળવવાની ઇચ્છા હાલ પહેલાં કરતાં પણ વધારે થતી હતી, પણ પતિ ઇનિશિયલ નહોતો થતો તેથી તે પણ નહોતી પહેલ કરતી. વળી તેણે પણ એ વાત વાંચી હતી કે ગર્ભાવસ્થા બાદ સ્ત્રીને શારીરિક સંબંધ માણવાની ઇચ્છા ઓછી થઇ જતી હોય છે. બંને ભૂતકાળમાં બાળકનો પ્લાન કરતાં હતાં ત્યારે આ વાતની ચર્ચા પણ કરી હતી, તે સમયે જ અંકિતે કહ્યું હતું કે તું ચિંતા ન કર, હું એ સમજીશ, અને તને ક્યારેય ફોર્સ નહીં કરું. પણ હવે અનુને એ સવાલ થતો કે પુરુષ તરીકે એને મન જ નહીં થતું હોય? શું એ બહાર શારીરિક સંબંધ માણીને તો નહીં આવતો હોયને? અનુ આટલું બધું વિચારતી પણ સામેથી પહેલ કરવાનું ક્યારેય ન વિચારતી, કારણ કે તેને ડર હતો કે બીજી સ્ત્રી કરતાં તેનો કેસ અલગ છે, તેને શારીરિક સંબંધ બાંધવાની વધારે ઇચ્છા થઇ રહી છે, બધાંને આવું ન હોય, પણ પોતાને જ આવું છે, આ વાત જાણીને ક્યાંક અંકિત તેને ખરાબ સમજશે તો?

અનુની આ માન્યતા જ તેને નડી રહી હતી. તેના સ્વભાવનો બદલાવનું કારણ પણ આ જ હતું. આપણામાં સામાન્ય રીતે આ માન્યતા હોય છે કે બાળક આવ્યા બાદ સ્ત્રીને સેક્સનું મન ન થાય, જવાબદારી અને હોર્મોનલ ચેન્જીસ જવાબદાર હોય, પણ બધા કેસમાં આવું નથી હોતું. ઘણી સ્ત્રીઓને અનુની માફક વધારે મન થતું હોય છે. વળી સ્પ્રિંગને દબાવો એટલી વધારે ઉછળે આ સાયન્સ મુજબ શારીરિક સંબંધ બાંધવાથી જેટલા દૂર રહો તેટલી વધારે ઇચ્છા જાગે. એવા સમયે મનના છોછને, શરમ, સંકોચને થોડી વાર તડકે મૂકીને પતિ-પત્ની બંનેએ પોતાના મનની વ્યથા જણાવવી જોઇએ. ખોટો ઝઘડો એ સમસ્યાનું સમાધાન ક્યારેય નહીં લાવે, એના કરતાં બેટર છે કે ચર્ચા કરવી. જેટલી ચર્ચા કરશો તેટલું જ નિરાકરણ જલદી મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો