Notice to score TikTok and Helo by governmentNotice to score
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • સરકાર દ્વારા TikTok અને Heloને ફટકારી નોટિસ, કરી શકે છે બેન

સરકાર દ્વારા TikTok અને Heloને ફટકારી નોટિસ, કરી શકે છે બેન

 | 3:29 pm IST
  • Share

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને હેલોને નોટિસ મોકલી છે. આ નોટિસમાં સરકારે તેમની પાસેથી 21 સવાલો પૂછ્યા અને કહ્યું કે આ સવાલનો સંતોષકારક જવાબ આપો નહીંતો બેન માટે તૈયાર રહો. સરકારી અધિકારીઓએ આ વાતની જાણકારી આપી.

જણાવી દઈએ કે RSSથી જોડાયેલી સંસ્થા સ્વદેશી જાગરણ મંચને પ્રધાનમંત્રીને લઈને ફરિયાદ હતી કે આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશ વિરોધી ગતિવિધિઓ માટે કરવામાં આવે છે. આની જ સંજ્ઞા લેતા ઈલેક્ટ્રોનિક્સ તેમજ IT મંત્રાલયે નોટિસ મોકલી છે.

જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો ટિકટોક અને હેલોએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે આગલા ત્રણ વર્ષમાં તેમનો લગભગ 6500 કરોડ રોકાણ કરવાનો વિચાર છે. જેથી ટેકનોલોજી સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ કરવામાં આવી શકે.

સરકારે નોટિસ મોકલીને સ્પષ્ટ કરવા કહ્યું છે કે તેમના પ્લેટફોર્મનો પ્રયોગ કોઈપણ પ્રકારની દેશ વિરોધી ગતિવિધિઓ માટે નથી થઈ રહ્યું અને લોકોનો ડાટા ભવિષ્યમાં કોઈ સરકારને તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે.

સરકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલ

1 એપ યૂઝરનો કેટલો ડાટા ભેગો કરે છે?

2 કંપની સિંગાપુર અને અમેરિકા સિવાય ક્યાં ડાટા ભેગો કરે છે?

3 શું કંપની ત્રીજા વ્યક્તિ સાથે ડાટાને શેર કરે છે?

4 શું કંપનીની ભારતમાં સર્વર લગાવવાની ઈચ્છા છે?

5 કંપની 18 વર્ષથી નીચેની વ્યક્તિને કઈ રીતે વેરીફાઈ કરે છે?

6 શું કંપની આઈટી ઈંટરમિડિયરી રુલ્સ 2011નો પાલન કરે છે?

7 શું કંપની પોતાના ઈન્ફ્લુએંસર્સની સેવાઓનો ઉપયોગ કરે છે?

8 કંપનીના ભારતમાં કેટલા કર્મચારી છે

10 બાકી દેશોમાં ટિકટોક ચલાવવાની ઉંમર કેટલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન