Novak Djokovic: Australia cancels tennis star's visa
  • Home
  • Sports
  • નોવાક જોકોવિચ વેક્સિન કેસ, ઓસ્ટ્રેલિયાએ બીજી વખત વિઝા રદ કર્યા

નોવાક જોકોવિચ વેક્સિન કેસ, ઓસ્ટ્રેલિયાએ બીજી વખત વિઝા રદ કર્યા

 | 1:20 pm IST
  • Share

  • નોવાક જોકોવિચના વેક્સિન કેસમાં બીજી વખત વિઝા રદ થયા

  • મેન્સ ટેનિસ નંબર પ્લેયર ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાનો હતો

  • જોકોવિચે હવે દેશનિકાલ કરવાનો સામનો કરવો પડશે


ઓસ્ટ્રેલિયાએ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચના દેશમાં રસી વગર રહેવાના અધિકારને લઈને સતત બીજી વખત તેના વિઝા રદ કર્યા છે. ઈમિગ્રેશન મિનિસ્ટર એલેક્સ હોકે લીધેલા આ નિર્ણયનો અર્થ છે કે જોકોવિચે હવે દેશનિકાલ કરવાનો સામનો કરવો પડશે.

જો કે, 34 વર્ષીય સર્બિયન ખેલાડી હજુ પણ દેશમાં રહેવા માટે અન્ય કાનૂની લડાઈ શરૂ કરી શકે છે. મેન્સ ટેનિસ નંબર વન પ્લેયર સોમવારથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાનો હતો.

મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આજે મેં મારા પાવરનો ઉપયોગ કર્યો… સ્વાસ્થ્ય અને સારી વ્યવસ્થાના આધારે નોવાક જોકોવિચના વિઝાને રદ્દ કરવા માટે, આમ કરવું જાહેર હિતમાં હતું.’ આ પગલાનો અર્થ એ પણ છે કે જોકોવિચને નવા ઓસ્ટ્રેલિયન વિઝા મેળવવા પર ત્રણ વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.

જોકોવિચ હજુ પણ આ માટે અપીલ કરી શકે છે

જોકોવિચના વિઝા પહેલીવાર 6 જાન્યુઆરીએ મેલબોર્નમાં તેના આગમન પછી તરત રદ કરવામાં આવ્યા હતા, ત્યારે ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ કહ્યું કે તે રસીથી મુક્તિ મેળવવા માટે ‘યોગ્ય પુરાવા પ્રદાન કરવામાં નિષ્ફળ ગયો હતો.’

લાંબા અને કડક કોવિડ લોકડાઉન હેઠળ રહેતા કેટલાક ઓસ્ટ્રેલિયનો તરફથી પ્રચંડ પ્રતિક્રિયા પણ આવી હતી કે રસી ન લીધી હોવા છતાં જોકોવિચને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

તેની અટકાયત કરવામાં આવી, એરપોર્ટ પર ઈમિગ્રેશન કંટ્રોલમાં કલાકો ગાળ્યા અને પછી ઈમિગ્રેશન હોટલમાં દિવસો વિતાવ્યા. કેટલાક દિવસો પછી એક જજે તેના વિઝાને મંજૂરી આપી, અને તેમની મુક્તિનો આદેશ આપ્યો હતો. જજે ચુકાદો આપ્યો હતો કે જ્યારે તેઓ આવ્યા ત્યારે અધિકારીઓએ યોગ્ય પ્રક્રિયાની અવગણના કરી હતી.

પરંતુ મેલબોર્નમાં શુક્રવારે સાંજે, મિનિસ્ટર એલેક્સ હોકે ઓસ્ટ્રેલિયાના માઈગ્રેશન એક્ટમાં અલગ સત્તા હેઠળ જોકોવિચના વિઝા રદ કર્યા. આ એક્ટ તેમને ‘ઓસ્ટ્રેલિયન સમુદાયના સ્વાસ્થ્ય, સલામતી અથવા સારી વ્યવસ્થા માટે સંભવિત જોખમ’ એવા કોઈપણ વ્યક્તિને દેશનિકાલ કરવાની મંજૂરી આપે છે. જો કે જોકોવિચ હજુ પણ આ માટે અપીલ કરી શકે છે.

જોકોવિચે તેના ટ્રાવેલ ફોર્મ પર ખોટી વિગતો ભરી હોવાના આક્ષેપોને સંબોધ્યા પછી સામે આવ્યું કે તેણે ઓસ્ટ્રેલિયામાં તેના આગમનના 14 દિવસમાં કશે મુસાફરી કરી ન હતી, જ્યારે હકીકતમાં તે સ્પેન ગયો હતો. તેમણે કહ્યું કે ભૂલ તેના એજન્ટ દ્વારા કરવામાં આવી હતી, તેને ‘માનવ ભૂલ’ ગણાવી અને ઉમેર્યું કે તે ઇરાદાપૂર્વકની ન હતી. તેણે કોવિડ-19 માટે પોઝિટીવ રિપોર્ટ આવ્યા પછી પત્રકારને મળવાનું અને ફોટોશૂટ કરાવ્યું હોવાનું પણ સ્વીકાર્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો