Now AIIMS Will Focus On Patients Who Recovered From Corona
  • Home
  • Corona
  • રશિયાની વેક્સિન બાદ ભારત કરશે આ પ્રયોગ, AIIMS ડાયરેક્ટરે આપી જાણકારી

રશિયાની વેક્સિન બાદ ભારત કરશે આ પ્રયોગ, AIIMS ડાયરેક્ટરે આપી જાણકારી

 | 9:51 pm IST

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારના જાહેરાત કરી કે તેમના દેશે કોરોના વાયરસની પહેલી વેક્સિન બનાવી લીધી છે. વ્લાદિમીર પુતિને એ દાવો કર્યો કે આ દુનિયાની પહેલી કોરોના વેક્સિન છે જેને રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંજૂરી મળી છે. રશિયાના વેક્સિન બનાવવાના દાવા પર દિલ્હી સ્થિત AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ વાત કરી અને તેમણે એ પણ જણાવ્યું કે હવે ભારત શું નવો પ્રયોગ કરશે?

રિકવર થયેલા કેસો પર ધ્યાન કેન્દ્રિત કરાશે

ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, એક સફળ વેક્સિનના ડોઝ સુરક્ષિત થવા જોઇએ આ પહેલો માપદંડ છે. સેમ્પલનો આકાર શું છે? આ કેટલું પ્રભાવશાળી દેખાઈ રહ્યું છે? આપણે એ પણ સ્પષ્ટ કરવાની જરૂરિયાત છે કે રસી સુરક્ષિત હોવી જોઇએ. ગુલેરિયાએ કહ્યું છે કે એમ્સ હવે આવા કેસ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે કોરોના વાયરસથી રિકવર થઈ ચુક્યા છે, જેથી તેમના ફેફસાની ક્ષમતામાં સુધારા પર ધ્યાન આપવામાં આવી શકે, પછી ભલે તે વ્યાયામ, યોગ, આહાર અથવા ત્યાં સુધી કે દવાઓથી જ કેમ ના હોય.

કોવિડ રિકવરી ક્લિનિક માટે ઇઝરાયલ ભારતની મદદ કરશે

જે દર્દીઓમાં રિકવરી બાદ ફેફસાની તકલીફ જોવા મળી રહી છે તેમના પર પણ ધ્યાન આપવામાં આવશે. કેટલાક દર્દીઓમાં પોસ્ટ કોવિડની અનેક સિક્વલ જોવા મળી રહી છે. રિકવરી બાદ પણ અનેક દર્દીઓને ઘણી અસુવિધા થઈ રહી છે. શ્વાસ લેવામાં તકલીફ મળી રહી છે. ગુલેરિયાએ એ પણ જણાવ્યું કે પોસ્ટ કોવિડ રિકવરી ક્લિનિક માટે ઇઝરાયલ ભારતની મદદ કરશે. રોબોટ ઉપકરણો દર્દીઓની દેખરેખમાં મદદ કરશે. તેમણે કહ્યું કે આ સાધનો અંતરિયાળ વિસ્તારોમાં પણ ફેફસા, હ્રદય અને શ્વાસ લેવાની સમસ્યાવાળા લોકો માટે પણ ઉપયોગ કરી શકાય છે. આનો કસબા અને અન્ય વિસ્તારના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં શહેરોની મોટી હૉસ્પિટલમાં ઉપયોગ કરી શકાય છે.

ભારત વેક્સિન પર શરૂથી જ કામ કરી રહ્યું છે

ભારતમાં કોરોનાની સ્થિતિ પર વાત કરતા ગુલેરિયાએ કહ્યું છે કે કોરોનાની સ્થિતિ ભારતના કેટલાક રાજ્યોમાં અત્યારે જેવી સ્થિતિ છે આવનારા સમયમાં વધારે ગરબડ થઈ ગઈ છે. દેશમાં આગામી કેટલાક અઠવાડિયામાં પીકની સ્થિતિ હોઈ શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે લોકોએ તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવું જોઇએ. ભારતમાં વેક્સિનના વિકાસ પર તેમણે જણાવ્યું કે ભારતીય વેક્સિન 2-3 ટેસ્ટિંગના તબક્કાઓમાં પહોંચી ચુકી છે. આપણી પાસે મોટા સ્તર પર વેક્સિન ઉત્પાદન ક્ષમતા છે, ભારત વેક્સિન પર શરૂથી જ કામ કરી રહ્યું છે.

આ વિડીયો પણ જુઓ: આરતી માટે લાઉડ સ્પીકરની પરવાનગી માંગતા મામલતદારે કોરોનાને લઇ કર્યું સંશોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન