Now only God can save usNow only God can save us
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Vishesh
  • કોરોનાએ એવું દ્રશ્ય સર્જ્યું છે કે હવે ભગવાન જ આપણને બચાવી શકે

કોરોનાએ એવું દ્રશ્ય સર્જ્યું છે કે હવે ભગવાન જ આપણને બચાવી શકે

 | 10:55 pm IST
  • Share

એક નાનકડાં કોરોના વાયરસે મચાવેલો આંતક ભારતની સ્થિતિ બદથી બદતર કરી રહ્યો છે. 2020માં જે દ્રશ્યો અમેરિકા, ઈટલી અને બ્રાઝિલના હતા તે જ દ્રશ્યો હવે ભારતમાં દેખાઈ રહ્યા છે. એમ્બ્યુલન્સની લાંબી લાઈનો. હોસ્પિટલ અને સ્માશાનોમાં હાઉસ ફૂલના પાટીયા. ને વળી ખુટી પડેલી કોરોનાની રસી. આ બધી જ વિકટ પરિસ્થિતિઓમાં હવે ભગવાન જ આપણને બચાવી શકે તેમ છે.

એક સમયે સસ્તા અનાજની દુકાન પર રાશન લેવા લાગતી લાંબી લાઈનો હવે દવાની દુકાનો પર લાગી રહી છે. માત્ર ને માત્ર એક ઈન્જેક્શન માટે દિવસ અને રાત કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ ખાલી હાથે પાછા ફરી રહ્યા છે લોકો. કર્ફ્યુના સમયે સુમસામ પડેલાં રસ્તાઓ પર હવે એમ્બ્યુલન્સના ઘોંઘાટથી પણ લોકો ત્રસ્ત થઈ રહ્યા છે. એવી સ્થિતિ પર આવીને ઉભા રહી ગયા છીએ કે હવે દવાઓ નહીં માત્ર દુઆઓ કામ લાગશે.

એક નાનકડાં વાયરસ કોરોનાએ રચેલું મોતનું તાંડવ હવે બેકાબુ બન્યું છે. મૃતદેહોને સળગાવવા સ્મશાનો તો ઠીક ચિતાઓ ઘટી પડી છે. એક જ ચિતા પર એક કરતાં વધારે મૃતદેહોને સુવાડી અગ્નિદાહ કરાઈ રહ્યો છે. કોરોનાએ એવું બિહામણું દ્રશ્ય સર્જી દીધુ છે કે હવે ભગવાન જ આપણને બચાવી શકે તેમ છે.

જમની જેમ દિવસે ન વધે તેટલો રાતે વધતો કોરોના હવે સમગ્ર ભારતને ભરખી રહ્યો છે. હોસ્પિટલ્સ અને સ્મશાનોમાંથી આવી રહેલી ભયાવહ તસવીરો લોકોમાં ડર ફેલાવી રહી છે. એક બાજુ કોરોનાનું જબરજસ્ત સંક્રમણ તો બીજી બાજુ હવે સંજીવની બનીને આવેલી કોરોના વેક્સિન પણ ખુટી રહી છે. જવુ તો જવું ક્યાં એવી સ્થિતિ સર્જાય છે. બસ હવે એક જ વિકલ્પ છે. હે ભગવાન તું બચાવી લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન