Now Windows users will also be able to download WhatsApp
  • Home
  • Featured
  • હવે windows યૂઝર્સ પણ વોટ્સઍપ ડાઉનલૉડ કરી શકશે, બીટા ઉપલબ્ધ

હવે windows યૂઝર્સ પણ વોટ્સઍપ ડાઉનલૉડ કરી શકશે, બીટા ઉપલબ્ધ

 | 8:38 am IST
  • Share

  • વોટ્સઍપને લઇને મોટા સમાચાર
  • વિન્ડોઝ  યૂઝર્સ પણ વોટ્સઍપ ડાઉનલૉડ કરી શકશે 

 

વોટ્સઍપ  લાંબા સમયથી વિન્ડોઝ અને મૅક યૂઝર્સ માટે સ્ટેન્ડઅલોન ઍપ  પર કામ કરી રહ્યું હોવાની અફવા છે ત્યારે વોટ્સઍપે વિન્ડોઝ  ઍપનું બીટા વર્ઝન હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવી દીધું છે.  વિન્ડોઝ એપના બીટા વર્ઝનને માઈક્રોસૉફ્ટના વિન્ડોઝ ઍપ સ્ટોર  પરથી ડાઉનલોડ કરી શકાય છે.

રિપોર્ટ પ્રમાણે આ એક યુનિવર્સલ  વિન્ડોઝ પ્લેટફોર્મ ઍપ છે, એટલે તમારે વિન્ડોઝ ઍપનો  ઉપયોગ કરવા માટે પોતાના ફોનને કનેક્ટ કરવાની જરુર નહીં રહે.  એક રિપોર્ટ મુજબ વોટ્સઍપ માટે વિન્ડોઝ ઍપમાં નવા રાઈટિંગ  પૅડ અને મલ્ટિ ડિવાઈસ ફંક્શનાલિટી માટે સપોર્ટ સહિત અનેક ફીચર  મોજૂદ છે.

ઍપ હજુ બીટા વર્ઝનમાં છે એટલે આશા રાખવામાં આવે  છે કે વોટ્સઍપ તેમાં હજુ નવા કેટલાક ફીચર્સ જોડશે અથવા  ઉપલબ્ધ પૈકી કેટલાકને દૂર કરશે. વોટ્સઍપ ફીચર ટ્રેકરનું  કહેવું છે કે યૂઝર્સે ઍપ ઈન્સ્ટોલ કર્યા પછી ક્યૂઆર કોડનો  ઉપયોગ કરીને પોતાના વોટ્સઍપ અકાઉન્ટને ‘લિંક્ડ ડિવાઈસ’  સાથે જોડવાનું રહેશે. એ પછી ચેટ સિંક થવા લાગશે અને અંતમાં  યૂઝર નવા બીટા વર્ઝનનો ઉપયોગ અને ટ્રાયલ કરી શકે છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો