Now you can change WhatsApp number without deleting the chat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તમારે ચેટ ડિલીટ કર્યા વગર વોટ્સએપ નંબર Change કરવો છે ? આ રહી આસાન રીત

તમારે ચેટ ડિલીટ કર્યા વગર વોટ્સએપ નંબર Change કરવો છે ? આ રહી આસાન રીત

 | 1:18 pm IST
  • Share

આજના જમાનામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી સોશિયલ મીડિયાના આદી થઈ ગયા છે. તેમાં પણ ખાસ કરીને વ્હોટ્સએપના. આજકાલ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે અવનવા ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે. દિવસે દિવસે નવી સુવિધાઓ આપી રહ્યું છે. ત્યારે આજે અમે આપણે વોટ્સએપની એક નવી સુવિધા વિશે વાત કરીશું. જો કે આ કોઈ નવુ ફીચર તો નથી પરંતુ એક એવું ફીચર છે જેની જાણકારી ન હોવાના કારણે વધારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ ફિચરનું નામ છે Change Number ફીચર. જેની મદદથી તમે જુની ચેટ સેવ રાખીને પોતાનો વોટ્સએપ નંબર આસાની બદલી શકો છો. આ ફીચરની મદદથી જો તમે તમારો વોટ્સએપ નંબર બદલશો તો પણ જુન ચેટ એમને એમ જ તમને જોવા મળશે.

આ ફીચરની વધુ એક ખાસ વાત એ છે કે યૂઝર્સને પોતાના કોન્ટેકને નંબર બદલવાની જાણકારી ઓટોમેટિક આપવાની પણ સુવિધા આપે છે. તો આવો જાણીએ તમે તમારી જુની ચેટ ડિલીટ થયા વગર કેવી રીતે તમારો વોટ્સએપ નંબર બદલી શકો છો ?

વોટ્સએપ નંબર બદલવા માટેની રીત

સૌ પ્રથમ મોબાઈલમાં નવા નંબર વાળું સિમ કાર્ડ લગાવો

નવો નંબર શરૂ કર્યા પહેલા પોતાના ફોનમાં વોટ્સએપ ખોલો

જો તમે આઈફોન વાપરો છો તો સેટિંગમાં જાઓ

જો તમે એન્ડ્રોઈડ યૂઝર છો તો એપમાં ઉપર આપેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો

હવે તમે એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરીને Change Number પર ક્લિક કરો

હવે તમને એક સ્ક્રિન દેખાશે જેમાં તમારે Confirm આપવું પડશે

તેને Confirm કર્યા પછી Next બટન પર ક્લિક કરો

હવે તમે તમારા જુના અને નવા નંબરને એડ કરો

ફરી Next પર ક્લિક કરીને વોટ્સએપર નંબર ચેન્જ કરવાના ફાઈનલ સ્ટેપ્સ પર આવો

હવે વોટ્સએપ પર તમને પૂછશે કે શું તમને તમારો નંબર Change કર્યો તેની જાણકારી Contactsને આપવા માંગો છો ?

જ્યાં તમારે Contacts, All Contacts, I have Chat with અથવા તો Custome Numbersનું ઓપ્શન મળશે

તમે નંબર Change કર્યો છે તેની જાણકારી વોટ્સએપ ગૃપમાં ઓટોમેટિક પહોંચી જશે

ત્યારબાદ તમે Done પર ક્લિક કરો

છેલ્લે વોટ્સએપ તમને નવો નંબર રજિસ્ટર કરવાનું કહેશે

નંબર રજિસ્ટર કરવા માટે તમારી પાસે SMS દ્વારા 6 અંકનો એક કોડ આવશે

રજિસ્ટર થયા પછી તમે પહેલાની જેમ પોતાના નવા નંબર પરથી ચેટ કરી શકો છો

વોટ્સએપ ચેટનું બેકઅપ લેવા માટેની રીત

તમને જણાવી દઈએ કે જો તમે નંબરની સાથ પોતાના ફોનને પણ Change કરી રહ્યા છો તો તમારે ગુગલ ડ્રાઈવ અથવા તો iCloud દ્વારા ચેટનું બેકઅપ લેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન