NRI Businessman Gives 1 Crore Rs for Release of Migrant Indian in UAE
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • UAEમાં હત્યાની સજામાં 10 વર્ષથી જેલમાં બંધ હતો ભારતીય, આ NRI બિઝનેસમેને 1 કરોડ આપી આઝાદી અપાવી

UAEમાં હત્યાની સજામાં 10 વર્ષથી જેલમાં બંધ હતો ભારતીય, આ NRI બિઝનેસમેને 1 કરોડ આપી આઝાદી અપાવી

 | 6:44 pm IST
  • Share

UAEમાં 2012માં એક રોડ એક્સિડેન્ટમાં એક સૂડાની છોકરાની હત્યાના મામલામાં મૃત્યુદંડ પામનાર 45 વર્ષીય ભારતીય બેક્સ કૃષ્ણને પોતાના મુક્ત થવાની અને સ્વદેશ પરત ફરી પરિવારને મળવાની આશા છોડી દીધી હતી. પણ પ્રવાસી કારોબારી એમએ યુસુફ અલીએ એક કરોડ રૂપિયા વળતર આપીને તેને જેલથી મુક્ત કરાવ્યો હતો.

કેરળના રહેવાસી કૃષ્ણન સપ્ટેમ્બર 2012માં લાપરવાહીથી કાર ચલાવતા બાળકોના એક સમુહને ટક્કર મારી દીધી હતી. કૃષ્ણને એક સૂડાની છોકરાની હત્યાના દોષી સાબિત થયા બાદ યુએઈની સુપ્રીમ કોર્ટે તેને મોતની સજા આપી હતી. જે બાદથી કૃષ્ણનના પરિવારજન અને મિત્ર તેની મુક્તિ માટે કોશિશ કરી રહ્યા હતા. પણ પીડિતનો પરિવાર પોતાના દેશ સૂડાન પરત ફરી ચૂક્યો હતો, જેને કારણે તેઓ માફી આપવા માટે મનાવી ન શક્યા.

જે બાદ કૃષ્ણનના પરિવારે લુલુ સમુહના અધ્યક્ષ યુસુફ અલીનો સંપર્ક કર્યો અને સમગ્ર મામલાની જાણકારી હાંસલ કરી હતી. અને આખરે પીડિત પરિવાર જાન્યુઆરી 2021માં કૃષ્ણનને માફી આપવા માટે તૈયાર થઈ ગયો હતો. જે બાદ યુસુફ અલીએ પાંચ લાખ દિરહામ (અંદાજે એક કરોડ રૂપિયા)નું વળતર આપ્યું હતું.

મુક્તિ બાદ ભાવુક થયેલાં કૃષ્ણને કહ્યું કે, આ મારા માટે પુનર્જન્મ છે. કેમ કે મેં બહારની દુનિયા જોવા અને આઝાદ જીવન જીવવાની તમામ આશાઓ છોડી દીધી હતી. હવે મારી એકમાત્ર ઈચ્છા પોતાના પરિવારથી મળતાં પહેલાં યુસુફ અલી સાથે મુલાકાત કરવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન