NRI Navratri trend For 2021 Know Rules And Dates Of Celebration
  • Home
  • Featured
  • વિદેશમાં આવી રહેશે આ વર્ષે ગુજરાતીઓની નવરાત્રિ, જાણો ક્યાં શું રહેશે ટ્રેન્ડ

વિદેશમાં આવી રહેશે આ વર્ષે ગુજરાતીઓની નવરાત્રિ, જાણો ક્યાં શું રહેશે ટ્રેન્ડ

 | 12:24 pm IST
  • Share

  • વિદેશમાં પણ ઉજવાશે નવરાત્રિ
  • ગુજરાતીઓ માટે રહેશે ખાસ વ્યવસ્થા
  • જાણો કયા સમાજે શું કર્યું છે આયોજન

છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ માથું ઉંચક્યું છે ત્યારથી અનેક તહેવારો પરજાણે કે બેન લાગી ચૂક્યો છે. તહેવારોમાં શૂરા રહેતા ગુજરાતીઓ આ વર્ષે તહેવાર માણી શકાશે તે જાણીને જ હરખ મનાવી રહ્યા છે. આ સાથે આજે આપણે વાત કરી રહ્યા છીએ વિદેશમાં રહેતા ભારતીયોની. શું અહીંની જેમ ત્યાં પણ આ વર્ષે કેટલાક ખાસ નિયમો સાથે નવરાત્રિ ઉજવાશે?

જી હા, આપને જણાવી દઈએ કે વિદેશમાં પણ આ વર્ષે ખાસ પ્રિકોશન્સની સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવશે. કેટલીક જગ્યાએ વીકેન્ડ ગરબાની મજા લઈ શકાશે તો ક્યાંક ડ્રેસ કોડની મજા પણ માણવા મળી શકે છે. ક્યાંક સમાજના આયોજનના કારણે 2 દિવસ પહેલા જ લોકો ગરબે ઘૂમી પણ ચૂક્યા છે. તો જાણો આ વર્ષે વિદેશમાં રહેતા ગુજરાતીઓ કેવી રીતે નવરાત્રિની ઉજવણી કરશે તે વિશે વિગતે.

UKના Diu Kadia Nyati Samajએ પણ આ વર્ષે નવરાત્રિને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરી છે. અહીં શુક્રવાર 8 ઓક્ટોબરથી લઈને રવિવાર 10 ઓક્ટોબર 2021 સુધી સાંજે 7 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધી નવરાત્રિનું આયોજન કરાશે. આ પછી 15 ઓક્ટોબર 2021ના શુક્રવાર અને 16 ઓક્ટોબરે શનિવારે સાંજે 7 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે.

અહીં વીકેન્ડ ગરબા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ સિવાય 23 ઓક્ટોબર અને શનિવારે શરદ પૂનમના ગરબાનું આયોજન પણ સમાજ દ્વારા કરાયું છે. જેનો લાભ દરેક વ્યક્તિ લઈ શકશે. ગરબાને લઈને કરાયેલી વ્યવસ્થામાં કમિટિ દ્વારા ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે. આ સાથે ફેસમાસ્કને મહત્વ આપવામાં આવશે.

આ વર્ષે કોઈ સીઝન પાસ રાખવામાં આવ્યા નથી. દરેક દિવસ માટે 12 વર્ષથી ઉપરના બાળકો અને પુખ્ત વયની તમામ વ્યક્તિઓ માટે રોજ 5 ડોલરનો ચાર્જ વસૂલવામાં આવશે. આ સિવાય પણ કમિટીએ કેટલાક નિયમો બનાવ્યા છે જેને ફોલો કરવાના રહેશે.

ટેક્સાસના sanantonioમાં પણ થઈ 2 દિવસ પહેલા નવરાત્રિની ઉજવણી
અહીં 27 સપ્ટેમ્બરે નવરાત્રિનું આયોજન ગુજરાતી સમાજ ઓફ sanantonio દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ ભાગ લીધો અને સાથે જ પ્યોર નવરાત્રિ ગીત પર વડીલોએ વેસ્ટર્ન આઉટફિટમાં ગરબાની મજા માણી હતી. આ સમયે તેમના ચહેરા પરનું સ્મિત તમે સરળતાથી જોઈ શકો છો અને જે રીતે ફક્ત ગીતના તાલે તેઓ કોઈ પણ જાતના સ્ટેપ્સની ફિકર વિના ગરબે ઘૂમવાની મજા માણી રહ્યા છે તે આનંદદાયક છે.

અમેરિકામાં પણ ખાસ રીતે થાય છે નવરાત્રિની ઉજવણી
હાલમાં અહીં નવરાત્રિ મોટા સ્થળોએ ઉજવવામાં આવી રહી છે. અહીં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી રોજ નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રિની ઉજવણી માટે કેલિફોર્નિયા, ન્યૂજર્સી અને ટેક્સાસ મુખ્ય સ્થાનો છે. અહીં લોકનૃત્ય અને ગાયનની સાથે હિન્દુ દેવી દેવતાઓની પ્રતિકાત્મક રજૂઆત અને ખાસ પ્રકારના સરઘસ પણ કરવામાં આવે છે. અહીં ખાસ કરીને વેસ્ટ કોસ્ટની નવરાત્રિને ખાસ માનવામાં આવે છે. તહેવારના 9 દિવસોમાં અહીં ગુજરાતી લોકો ખૂબ જ મજા માણે છે.

લંડનમાં આ વર્ષે નવરાત્રિમાં ખાસ રહેશે આ વાત
અહીં આ વર્ષે શારદીય નવરાત્રિ રોજ ઉજવાશે. આ સાથે અહીં દરરોજ માટે એક ખાસ કલર કોડ રાખવામાં આવ્યો છે. પહેલા દિવસે અહીં યલો કલર, બીજા દિવસે ગ્રીન કલર, ત્રીજા દિવસે ગ્રે કલર, ચોથા દિવસે ઓરેન્જ કલર, પાંચમા દિવસે સફેદ કલર, છઠ્ઠા દિવસે લાલ કલર, સાતમા દિવસે રોયલ બ્લૂ કલર, આઠમા દિવસે પિંક કલર સાથે ઉજવણી કરાશે. આ કલરની ઉજવણી ખા કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની મહિલાઓ જાતે અને સાથે જ માતાના સ્વરૂપ અને દિવસને આધારે નક્કી કરવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો