NRI post photo of girl and Held by ahmedabad cyber crime
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની યુવતીને બદનામ કરવા ઈન્સ્ટા પર પોસ્ટ મૂકી, NRIની ધરપકડ

અમદાવાદની યુવતીને બદનામ કરવા ઈન્સ્ટા પર પોસ્ટ મૂકી, NRIની ધરપકડ

 | 10:48 pm IST
  • Share

  • NRI આધેડે મૂકેલા ફોટાના લીધે યુવતીના છૂટાછેડા થયા
  • આધેડ યુવતી જોડે પરાણે સબંધ રાખવા માંગતો હતો
  • સાયબર ક્રાઈમે NRIનો મોબાઈલ જપ્ત કર્યો

મહેસાણાના આધેડે અમદાવાદની યુવતી સાથે ફેસબૂક પર મિત્રતા કેળવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુવતીના ફોટા નીચે બીભસ્ત લખાણ લખ્યું હતું. આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ હતી. જેના આધારે 10 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા અને એક વર્ષ પહેલાં જ ભારત આવેલા આરોપી પંકજ પટેલની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

આ અંગે અમદાવાદની યુવતીએ સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ઇન્સ્ટાગ્રામ પર એક આઈડી તેના ધ્યાનમાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે તે આઈડીમાં તેના ફોટો અપલોડ કરેલા હતા અને તેની નીચે બિભસ્ત લખાણ લખ્યું હતું. આ અંગે તપાસ કરતા સામે આવ્યું કે, આરોપીને ફેસબૂક અને સોશિયલ મીડિયામાં ફરિયાદી સાથે મિત્રતા થઈ હતી.

આરોપી ફરિયાદીને પસંદ કરતો હતો અને તેની સાથે સંબંધ રાખવા તેને અવારનવાર મળવા જીદ કરતો હતો. આ બાબતે યુવતીના સાસરીમાં ખબર પડી જતા છૂટાછેડા થઇ ગયા છે. આરોપી ફરિયાદીની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. આથી ફરિયાદીએ કંટાળી તેની સાથે સંપર્ક બંધ કરી દીધો હતો. જેનાથી ઉશ્કેરાઇને બદલો લેવા આરોપી પંકજ પટેલે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.

આ મામલે હાલ સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી તેનો મોબાઈલ કબજે લીધો છે. આરોપીએ એક તરફી પ્રેમને કારણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે? તે માટે તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો