ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના એક યુવક સાથે કેનેડામાં સર્જાયેલી દુર્ઘટનાએ સમગ્ર પરિવાર અને પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. દશેલા ગામનો આ યુવક છેલ્લા 5 વર્ષથી ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા ગયો હતો. ગત તારીખ 18 ઓક્ટોબરના રોજ કેનેડામાં થયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં હિરેન સહિત અન્ય ત્રણ મિત્રોના પણ કરુણ મોત નીપજ્યા હતા. એકસાથે ચાર યુવાનોના મોતના સમાચારથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

બે અઠવાડિયા બાદ પણ મૃતદેહ વતન ન પહોંચતા પરિવારમાં ચિંતા

ઘટનાને બે અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી યુવકનો મૃતદેહ તેના વતન ગાંધીનગર પહોંચ્યો નથી. વિદેશમાં બનેલી આ આકસ્મિક દુર્ઘટના બાદ મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયામાં નડતી મુશ્કેલીઓને કારણે પરિવારની ચિંતા અને વેદના સતત વધી રહી છે. દીકરાના અચાનક ચાલ્યા જવાનું દુઃખ તો છે જ, પરંતુ તેનો મૃતદેહ સમયસર વતન ન આવવાથી પરિવાર અસમંજસની સ્થિતિમાં મૂકાયો છે.

પુત્રના અંતિમ દર્શન માટે પિતાએ કેન્દ્ર સરકાર પાસે કરી મદદની અપીલ

માતા-પિતા પોતાના લાડકવાયા પુત્રના મોઢા પર ક્યારેય ન ભૂંસાય તેવા અંતિમ દર્શન કરી શકે તે માટે પરિવારજનો ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં મૃતક યુવકના પિતાએ ભારત સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ નમ્ર અપીલ કરી છે કે, તેઓ વહેલી તકે હસ્તક્ષેપ કરીને તેમના પુત્રના દેહને કેનેડાથી સહીસલામત વતન ગાંધીનગર પહોંચાડવાની વ્યવસ્થા કરે.

Gandhinagar News Dashelas Hiren dies accidentally in Canada father appeals to government for sons body

વિદેશમાં ગુજરાતી યુવાનોના અકસ્માતો સામે ગંભીર ચિંતા

વિદેશની ધરતી પર અભ્યાસ કે રોજગારી અર્થે જતા ગુજરાતી યુવાનો સાથે અવારનવાર બનતી આવી દુર્ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે. ત્યારે હવે પ્રશાસન અને સરકાર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરીને પરિવારને રાહત અપાવે છે, અને દીકરાના મૃતદેહને સ્વદેશ લાવવામાં સહાય કરે છે, તે જોવું રહ્યું.


આ પણ વાંચો: Gandhinagar News : રાષ્ટ્રીય એકતા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકની જાહેરાત, SP અંશુલ જૈન સહિત 6 અધિકારીઓ સન્માનિત