NSUI Distribute Free Tickets To Chhapaak Movie And BJP Distribute Free Tickets To Tanhaji
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ ‘તાનાજી’ અને ‘છપાક’ મફતમાં જોવાનો મોકો, અહીં મળી રહી છે મફતમાં ટિકીટો

ફિલ્મ ‘તાનાજી’ અને ‘છપાક’ મફતમાં જોવાનો મોકો, અહીં મળી રહી છે મફતમાં ટિકીટો

 | 4:41 pm IST

ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે જવાહરલાલ યૂનિવર્સિટીની મુલાકાત લીધા બાદ દેશભરમાં વિવાદનો વંટોળ ઉભો થયો છે. હવે દીપિકાની ફિલ્મને પણ આ વિરોધ નડી રહ્યો છે. એક તરફ કોંગ્રેસ શાસિત રાજ્ય મધ્ય પ્રદેશમાં દીપિકાની ફિલ્મ ટેક્ષ ફ્રી કરવામાં આવી છે. ત્યાર બાદ એનએસયૂઆઈએ આ ફિલ્મની ટિકીટ મફતમાં વહેંચી હતી. તો સામે ભાજપે એનએસયૂઆઈના જવાબમાં અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી’ની ટિકીટો ફ્રીમાં વહેંચી હતી.

ભાજપના સામાન્ય કાર્યકર્તાથી લઈને કેન્દ્રીય નેતાઓ દ્વારા દીપિકાની જેએનયૂમાં જવાની ઘટનાની ભારે ટીકા કરવામાં આવી રહી છે. હવે રાજધાની દિલ્હીમાં એક અલગ જ અભિયાન હાથ ધરવામા6અ અવ્યું છે. દિલ્હી ભાજપના પ્રવક્તા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ #TanhajiChallenge અભિયાન શરૂ કર્યું છે. આ ચેલેન્જ અંતર્ગત બગ્ગાએ 10 લોકોને અજય દેવગણની ફિલ્મ ‘તાન્હાજી’ની ટિકીટ ફ્રીમાં આપી છે. બગ્ગાએ ઓનલાઈન ટિકીટ બુક કરાવીને તેના સ્કિનશોટ પર ટ્વિટર પર શેર કર્યા છે. બગ્ગા બાદ ભાજપના નેતા કપિલ મિશ્રા, નુપુર શર્મા અને વિકાસ પાંડેએ પણ 10-10 લોકોને ટિકીટ મફતમાં આપી છે. સાથે જ તેમને પણ આ ચેલેન્જનો સ્વિકાર કરી તેને પુરી કરવાની અપીલ કરી છે.

બગ્ગાએ જણાવ્યું હતું કે, અમારી આ ચેલેન્જ કોઈની ફિલ્મના વિરૂદ્ધમાં નથી. ભારતીય હિરો પર જે પણ ફિલ્મો બને છે, દેશભક્તિની જે પણ ફિલ્મો બને છે અમે તેને પ્રમોટ કરીએ છીએ. અમારા કેમ્પેઈન #TanhajiChallenge સાથે લગભગ 50,000 ટ્વિટ્સ પણ થયા છે. અનેક લોકોએ જુદા જુદા શહેરોમાં ફિલ્મ તાનાજીની ટિકીટો મફતમાં વહેંચી છે અને આ કેમ્પેઈનને આગળ વધાર્યું છે. દીપિકાને લઈને પુછવામાં આવતા બગ્ગાએ કહ્યું હતું કે, લોકો એ વાત જાતે જ સમજી રહ્યાં છે કે, ટુકડે-ટુકડે ગેંગ સાથે ઉભા રહેવા પર શું કરવું છે. અમે કોઈનો વિરોધ નથી કર્યો અને ના તો વિરોધ કરવા કહ્યું છે.

જાહેર છે કે જવાહરલાલ નેહરૂ યોનિવર્સિટીમાં હિંસાના વિરોધમાં કન્હૈયા કુમાર સાથે જેએનયૂ પહોંચેલી અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકને કોંગ્રેસ શાસિત પ્રદેશો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પુડુચેરીમાં ટેક્ષ ફ્રી જાહેર કરવામાં આવી છે. જ્યારે કન્હૈયા સાથે જેએનયૂમાં જવાને લઈને એક મોટો વર્ગ અભિનેત્રી દીપિકા અને તેની ફિલ્મ ‘છપાક’ વિરૂદ્ધ ઉભો થઈ ગયો છે. મોટી સંખ્યામાં લોકો દીપિકાની ફિલ્મ છપાકના બદલે અજય દેવગણની ફિલ્મ ‘તાન્હાજી’ જોવાની અપીલ કરી રહ્યાં છે. દીપિકાની જેએનયૂ મુલાકાત બાદ તુરંત જ સોશિયલ મીડિયા પર #BoycottChhapaak પણ ટ્રેંડ થવા લાગ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન