Nusrat Jahan Reached Eden Gardens to watch Day Night Match
  • Home
  • Featured
  • ડે-નાઈટ ટેસ્ટ મેચમાં સાંસદ નુસરત જહાંનો આવો હતો જલવો, જુઓ PHOTOS

ડે-નાઈટ ટેસ્ટ મેચમાં સાંસદ નુસરત જહાંનો આવો હતો જલવો, જુઓ PHOTOS

 | 9:52 pm IST

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતામાં ઐતિહાસિક ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ઐતિહાસિક મેચને જોવા માટે ક્રિકેટરો સહિત સેલિબ્રિટીઓમાં પણ ખાસ્સો રોમાંચ જોવા મળી રહ્યો છે. તેવામાં આ મેચ જોવા એક્ટ્રેસ અને લોકસભા સાંસદ નુસરત જહાં ઈડન ગાર્ડન પહોંચી હતી. નુસરત જહાંએ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પિંક બોલ ટેસ્ટની મજા માણી હતી. પિંક ડ્રેસમાં નુસરત જહાંએ ટીમ ઈન્ડિયાને ચીયર કરી હતી. જણાવી દઈએ કે, હમણા જ નુસરત જહાંને કોલકતાની અપોલો હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. ઈડન ગાર્ડન ખાતે નુસરત સાથે તેમના પતિ નિખિલ જૈન પણ મેચ જોવા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન