પોષણ અભિયાન દેશમાં પરંપરાગત આહાર પ્રણાલીને પાછી લાવશે - Sandesh
  • Home
  • Columnist
  • પોષણ અભિયાન દેશમાં પરંપરાગત આહાર પ્રણાલીને પાછી લાવશે

પોષણ અભિયાન દેશમાં પરંપરાગત આહાર પ્રણાલીને પાછી લાવશે

 | 2:42 am IST

ઓવર વ્યૂ

કૃષિ પદ્ધતિઓમાં વૈજ્ઞા।નિક સુધારા થતાં આવેલી હરિયાળી ક્રાંતિ, વૈશ્વિકીકરણ અને ફૂડ સેક્ટરના દ્યોગિકીકરણને કારણે વીતેલી સદીમાં ભારત સહિત વિશ્વભરમાં કૃષિ પેદાશોમાં સારી વૃદ્ધિ નોંધાઇ છે. પરંતુ સમયની વક્રોક્તિ રહી કે કૃષિ પેદાશોમાં વધારો થયો હોવા છતાં કુપોષણની સમસ્યાનો ઉકેલ તો ના જ આવ્યો. તેને કારણે સમાજ અને અર્થતંત્રને જે ખોટ પડી રહી છે તે પડકારને પહોંચી વળવાનું હજી બાકી જ છે.

બાળકોમાં પ્રવર્તી રહેલું કુપોષણ આપણા દેશની પ્રગતિ અને ભાવિ પર ગંભીર અસર સર્જી શકે છે. દાખલા તરીકે ૧૯૯૦ના દાયકામાં તે વાત ધ્યાને આવી હતી કે ભારતના ૪૬ ટકા બાળકો કુપોષણને કારણે નબળા રહેતા હતા. આ બાળકો જ આગળ જતાં દેશનું શ્રમ બળ બનવાના હતા, દેશના અર્થતંત્રને દિશા આપનારંુ બળ બની રહેવાના હતા.

વિશ્વ બેન્ક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કુપોષણને કારણે ભારતને ઉત્પાદકતા, બીમારી અને મૃત્યુના સ્વરૂપમાં વાર્ષિક ૧૦ અબજ ડોલરનું નુકસાન થતું હોય છે. સમીક્ષકોનું કહેવું છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભૂખમરાના શૂન્ય પ્રમાણને સિદ્ધ કરવા ભારતે પ્રતિદિન ૫૦,૦૦૦ લોકોને ભૂખમારાથી મુક્ત કરવા પડે.

કૃષિ ઉત્પાદન વૃદ્ધિ છતાં કુપોષણની સ્થિતિ પ્રવર્તી રહી હોવાની સ્થિતિ સામે આવતાં કૃષિ ઉત્પાદન અને પોષક આહારને સાંકળવાનો પડકાર સામે આવ્યો. કૃષિ અને પોષણને સાંકળતું બળ એટલે જ માનવીમાં લેવામાં આવતો આહાર. પરંતુ આજકાલ કૃષિ અને પોષણક્ષમ આહાર વચ્ચેનું અંતર ખૂબ જ વધી ગયું છે. વસતી વધારાને કારણે ગુણવત્તાને બદલે પાકના ઉત્પાદન પ્રમાણનું મહત્ત્વ વધી જતાં આમ થયું છે.

આ અંગેની વર્તમાન ક્ષમતાઓ અને ભાવિ સંભાવનાઓને સાકાર કરી લેવાની આશા સાથે સકારે કુપોષણનો સામનો કરવા વર્ષ ૨૦૧૮થી પોષણ અભિયાન જેવી અભૂતપૂર્વ પહેલ કરી છે. પરિણામ આધારિત માળખાની રચના કરીને આ મિશનનો આરંભ થયો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નેજા હેઠળ શરૂ થયેલું આ અભિયાન ભારતમાં ઓછા વજને જન્મતા બાળકો, એનિમીઆ, કુપોષણ વગેરેમાં ઘટાડો કરવાની નેમ ધરાવે છે.

આ પોષણ અભિયાનની ખાસિયત એ છે કે તે કૃષિ મોરચે પ્રાદેશિક ફૂડ સિસ્ટમ અંગેની જાણકારીને કામે લગાડવાની સાથોસાથ ગ્રાહક મોરચે ખાસ કરીને બાળકના વાલીઓમાં આહાર પ્રણાલીના વલણમાં બદલાવ લાવવાની નેમ ધરાવે છે. વિવિધ સમુદાયોને હેલ્થ સિસ્ટમ સાથે સાંકળીને આ મિશન દેશમાં એક નવતર આંદોલન શરૂ કરવાની નેમ ધરાવે છે.

આમ તો આહાર અને પાકના વૈવિધ્યને જમીન, ભૂગર્ભજળ સહિતના કૃષિપર્યાવરણ સાથે સાંકળવા જોઇએ. પરંતુ આપણે એ પણ જાણવું જોઇએ કે દેશભરમાં પરંપરાગત શું પાકે છે. તે પેદાશોમાં પોષણનું પ્રમાણ કેટલું ? પોષણક્ષમ આહારના વૈવિધ્યને વધારવા માટે આપણે એક જ પાક પકાવવાને બદલે પાકોના વૈવિધ્ય તરફ કઇ રીતે આગળ વધી શકીએ?

પ્રદેશના સામાજિક અને સાંસ્કૃતિક વલણોને જાણ્યા વિના જ પ્રદેશના પાક વિષયક વૈવિધ્યને ધ્યાને રાખીને વ્યક્તિગત અને સમૂહ કક્ષાએ તંદુરસ્ત પોષણક્ષમ આહારને પ્રોત્સાહન આપવા કાંઇ કરી ના શકાય. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની ભાગીદારીમાં પોષણ અભિયાન હાથ ધરતાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પહેલી જ વાર દેશનો પોષણ એટલાસ તૈયાર કરી રહ્યું છે. તે રાહે દેશના ૧૨૭ જેટલા એગ્રો- ક્લાઇમેટિક ઝોનમાં પાકતા પાકોની વિગતો નકશામાં નીતિ નિર્ધારકો જોઇ શકશે. પોષણ નીતિના ઘડવૈયા, પ્રશાસક, નિષ્ણાતો અને સમિતિ તેનો અભ્યાસ કરીને જરૂરી સમાધાનો પણ શોધી શકશે.

ભારતીય પોષણ કૃષિ કોષ નામે થયેલી આ પહેલ વૈશ્વિકીકરણના આ યુગમાં ખૂબ મહત્ત્વની કહી શકાય. આધુનિક ફૂડ સિસ્ટમે પરંપરાગત અને સ્થાનિક પોષક આહાર પ્રણાલીનું ધોવાણ કરીને પ્રોસેસ્ડ આહાર સામગ્રી અને ઓછા પોષણક્ષમ દ્યોગિકીકરણને પ્રવેશ કરાવ્યો છે. દાખલા તરીકે પાણીની અછત ધરાવતા વિસ્તારમાં પણ પાકતા પોષણક્ષમ જવારના પાકનું સ્થાન વૈશ્વિકીકરણને કારણે અન્ય અનાજના પાકોએ લઇ લીધું છે. તેવામાં પોષાક આહાર અને ખેત ઉત્પાદન એમ બંને રાહે અનુકૂળ જવારની ખેતી વિષેની જાગૃતિ જવારના ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકે. તૈયાર થયેલા એટલાસ આધારે મળેલી માહિતી જિલ્લા કક્ષાએ પૂરી પાડવામાં આવશે. ખેડૂત, આહાર સામગ્રીનો પુરવઠો પૂરો પાડનારાઓ અને તેનો વપરાશ કરનારાઓમાં સમજ કેળવીને આ તમામના સહકારથી પોષણક્ષમ આહાર સામગ્રી સ્થાનિકો સુધી પહોંચે તેવી યોજનાઓનો જિલ્લા કક્ષાએ આ એટલાસ આધારે અમલ થઇ શકશે. સ્થાનિક લોકગીતો, નાટકો અને કલા સ્વરૂપે તે માહિતી લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ થશે અને તે રાહે ખેડૂતો અને પોષણ સેક્ટર વચ્ચે સેતુ ઊભો કરવામાં આવશે.

આ મહત્ત્વાકાંક્ષી યોજના સરકાર, સમીક્ષકો, વિજ્ઞા।નીઓ, ખાનગી ક્ષેત્ર અને સાંસ્કૃતિક જૂથો એકબીજા સાથે હાથ મિલાવીને સ્થાનિક ધોરણે પોષણક્ષમ આહારની સમસ્યાના ઉકેલ શોધીને સ્થાનિક સમુદાયોની કક્ષાએ તેનો અમલ કરી શકશે. ગેટ્સ ફાઉન્ડેશન, હાર્વર્ડ યુનિવર્સિટીના ધ ચાન સેન્ટર સેન્ટર ઓફ પબ્લિક હેલ્થની ભાગીદારીમાં કૃષિ, ગ્રામીણ વિકાસ, કૌશલ્ય વિકાસ, નાગરિક પુરવઠા વિભાગ, રાજ્ય સરકારો, આઇસીએઆર, નીતિ પંચ, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન, દીન દયાળ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ સહિતના સંગઠનો હાથ મિલાવીને આ પ્રોજેક્ટ હાથ ધરશે. દેશનો આવો આ પ્રથમ પ્રોજેક્ટ છે કે જે પોષણક્ષમ આહારના સમાધાનને શોધવા પરંપરાગત માહિતીઓનો ઉપયોગ કરીને આગળ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન