Old man claim, magnetism developed in body after COVID vaccine
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોના રસી લીધા બાદ શરીર બન્યું ચુંબક!, લોખંડ-સ્ટીલના વાસણો ચોંટવા લાગ્યા, વૃદ્ધના દાવાથી અચંબો

કોરોના રસી લીધા બાદ શરીર બન્યું ચુંબક!, લોખંડ-સ્ટીલના વાસણો ચોંટવા લાગ્યા, વૃદ્ધના દાવાથી અચંબો

 | 1:22 pm IST
  • Share

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ વ્યક્તિએ કોરોનાનો બીજો ડોઝ લીધા બાદ એક ગજબનો દાવો કર્યો છે. વૃદ્ધનું કહેવું છે કે બીજો ડોઝ લીધા બાદ તેના શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થઇ છે. આથી હવે તેમના શરીર પર લોખંડ અને સ્ટીલના વાસણ એકદમ સરળતાથી ચોંટી રહ્યા છે. બિલકુલ એવી જ રીતે જેમ કે ચુંબક પર વસ્તુઓ ચોંટી જાય છે. આ વસ્તુને પ્રમાણિત કરવા માટે તેમણે એક વીડિયો બનાવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના શરીર પર ચમચી, નાની પ્લેટ અને ઘરમાં ઉપયોગમાં લેવાતા વાસણ શરીરથી ચીપકેલા છે.

શરીર બન્યું ચુંબક!

નાસિકના આ વૃદ્ધનું નામ અરવિંદભાઇ જગન્નાથ સોનાર છે. તેમણે થોડાંક દિવસ પહેલાં જ કોરોના રસીના બંને ડોઝ લીધા છે. બંને ડોઝ કંપ્લીટ થયા બાદ જ તેમના શરીરમાં આ ગજબની શક્તિનો વિકાસ થયો છે. અરવિંદભાઇ નાસિકના શિવાજી ચોકમાં રહે છે. જ્યારે પહેલી વખત આ ઘટના બની તો પરિવારના લોકોને લાગ્યું કે કદાચ પરસેવાના લીધે તેમના શરીર પર વાસણ ચીપકી રહ્યા છે. ત્યારબાદ અરવિંદ સોનારને ન્હવડાવ્યા. તેમ છતાંય તેમના શરીર સાથે લોખંડની વસતુ ચોંટતી રહી.

યુટયુબ પર દેખાયો હતો વીડિયો

અરવિંદ સોનારના દીકરા કહે છે કે તેમણે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો જેમાં દિલ્હીના કોઇ શખ્સ એ કહી રહ્યા હતા કે કોરોનાનો સેકન્ડ ડોઝ લીધા બાદ તેમના શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થઇ ગઇ છે આ વીડિયો જોઇ મેં પણ મારા મમ્મી-પપ્પાએ કહ્યું કે તેને એક વખત ટ્રાઇ કરીને જોવું જોઇએ. જ્યારે અમે સિક્કા, ચમચા, પ્લેટ જેવી વસ્તુઓને પપ્પાના શરીર સાથે ચોંટાડી તો તે બધી જ વસ્તુઓ ચોંટી ગઇ.

આ ઘટનાથી હવે આખો પરિવાર હેરાન છે. દરેક લોકો એ જાણવા માંગે છે કે આખરે શરીરમાં આટલી મોટી માત્રામાં ચુંબકીય શક્તિ પેદા કેવી રીતે થઇ. જો કે ડૉકટર્સની પાસે પણ તેનો કોઇ જવાબ નથી.

જો કે સંદેશ.કૉમ એ વાતની પુષ્ટિ કે સમર્થન કરતું નથી કે આ ઘટના કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધા બાદ જ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન