Omicron variant may bring third wave of corona virus in India
  • Home
  • India
  • શું ઓમિક્રોન વેરિએન્ટથી ભારતમાં આવશે કોરોનાની ત્રીજી લહેર?

શું ઓમિક્રોન વેરિએન્ટથી ભારતમાં આવશે કોરોનાની ત્રીજી લહેર?

 | 7:59 pm IST
  • Share

  • ભારતના વૈજ્ઞાનિકો નવા વેરિએન્ટ પર સંશોધન કરી રહ્યા છે

  • WHOએ લોકોને વેક્સિનના બન્ને ડોઝ લેવા અપીલ કરી

  • ડોક્ટરોએ લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા કહ્યું

સમગ્ર વિશ્વમાં નવા કોરોના વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. આ વેરિએન્ટને સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો દ્વારા ઓળખવામાં આવ્યો હતો. WHOએ પણ તેને ‘વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન’ની યાદીમાં મૂક્યો છે. આ નવા વેરિએન્ટે હવે ભારતમાં પણ દસ્તક દીધી છે. હાલમાં કર્ણાટકમાં બે કેસ મળી આવ્યા છે. કેન્દ્ર સરકારે SARS-CoV-2 અને ઓમિક્રોન (Omicron) વેરિયન્ટ્સ પર પૂછવામાં આવતા મોટાભાગના પ્રશ્નોના જવાબ આપતો દસ્તાવેજ જારી કર્યો છે. આના દ્વારા લોકોને આ વેરિએન્ટને સમજવામાં વધુ મદદ મળશે.

ઓમિક્રોન શું છે ?

ઓમિક્રોન એ SARS-CoV-2નું નવું સ્વરૂપ છે જે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. 24 નવેમ્બરે તેનું નામ બદલીને B.1.1.529 અથવા ઓમિક્રોન રાખવામાં આવ્યું. આ વેરિએન્ટમાં ઘણા પરિવર્તનો(mutation) છે, ખાસ કરીને તેના વાયરલ સ્પાઇક પ્રોટીનમાં, 30થી વધુ પરિવર્તનો મળી આવ્યા છે. તેઓ રોગપ્રતિકારક શક્તિને નિશાન બનાવે છે. ઓમિક્રોનના મ્યૂટેશનની સંખ્યા, તેનો ચેપી દર, રોગપ્રતિકારક શક્તિથી બચવાની ક્ષમતા અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસમાં ઝડપથી થઈ રહેલા વધારાને જોતાં WHOએ તેને વેરિએન્ટ ઓફ કંસર્નની શ્રેણીમાં મૂક્યો છે.

શું ત્રીજી લહેર આવવાની શક્યતા છે?

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે અને આ વેરિએન્ટની વિશેષતાઓને જોતા અનુમાન લગાવી શકાય છે કે તે ભારત સહિત મોટાભાગના દેશોમાં ફેલાય તેવી શક્યતા છે. તે ક્યાં સ્કેલ પર વધશે અને આ રોગની તીવ્રતા કેટલી હશે તે હજી સ્પષ્ટ નથી. જો કે, ભારતમાં રસીકરણની ઝડપી ગતિને જોતાં, ડેલ્ટાથી વધુ સંક્રમિતોને મળેલી સીરોપોઝિટિવિટીને જોતા આ વેરિએન્ટને ઓછો ગંભીર હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. વૈજ્ઞાનિકો હજુ આ અંગે વધુ પુરાવા એકઠા કરી રહ્યા છે.

આપણે કેવા પ્રકારનું રક્ષણ લેવું જોઈએ?

આ વેરિએન્ટથી બચવા માટે આપણે પહેલા જેવી જ સાવચેતી રાખવી પડશે. માસ્કને યોગ્ય રીતે પહેરવુ પડશે, જો તમે રસીના બંને ડોઝ લીધા નથી, તો બને તેટલી વહેલી તકે લઈલો, સામાજિક અંતરનું પાલન કરો અને તમે જ્યાં રહો ત્યાં મહત્તમ વેન્ટિલેશન જાળવો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો