On 11 team alerts of SDRF in the state, heavy rain forecast, rain in 61 talukas of 17 districts
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સાવધાન! રાજ્યમાં SDRFની 11 ટીમ એલર્ટ પર, ભારે વરસાદની આગાહી, 17 જિલ્લાના 61 તાલુકામાં વરસાદ

સાવધાન! રાજ્યમાં SDRFની 11 ટીમ એલર્ટ પર, ભારે વરસાદની આગાહી, 17 જિલ્લાના 61 તાલુકામાં વરસાદ

 | 8:04 am IST
  • Share

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રૂપની બેઠક મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી.

જેમાં રાહત કમિશનરે કહ્યું હતું કે, સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી રાજ્યના ૧૭ જિલ્લાના ૬૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે, આઈએમડીના અધિકારીએ કહ્યું કે, આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારે તથા અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને એસડીઆરએફની ૧૧ ટીમ એલર્ટ પર છે, એનડીઆરએફની ૮ ટીમ ડિપ્લોય જ્યારે સાત ટીમ રિઝર્વ રખાઈ છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં ૨૮૬.૮૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન