Jaffer said, present these two against Dravid and give 'punishment'
  • Home
  • Sports
  • Cricket
  • એક ભૂલ પર જાફરે કહ્યું, આ બન્નેને દ્રવિડ સામે રજૂ કરી ‘સજા’ આપો

એક ભૂલ પર જાફરે કહ્યું, આ બન્નેને દ્રવિડ સામે રજૂ કરી ‘સજા’ આપો

 | 10:51 am IST
  • Share

  • 5 વિકેટ લેનાર અક્ષર પટેલની એક તસવીર શેર કરી

  • બીજી તસવીરમાં બોલને ઝૂમ કરતો બતાવવામાં આવ્યો

     

ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે કાનપુર ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના પ્રથમ દાવના 296 રનમાં મહત્વની ભૂમિકા ભજવનાર અક્ષર પટેલની તસવીર પોસ્ટ કરી ટ્વિટર પર મોજ લીધી છે. તેમણે 5 વિકેટ લેનાર અક્ષર પટેલની એક તસવીર શેર કરી હતી, જેમાં તે આર. અશ્વિનને બોલ બતાવતા તે થોડી વાતચીત કરતો જોવા મળે છે. આ સાથે બીજી તસવીરમાં બોલને ઝૂમ કરતો બતાવવામાં આવ્યો છે, જેના પર તારીખ ખોટી રીતે લખવામાં આવી છે.

બાપુ – અક્ષર પટેલને પ્રેમથી કહેવામાં આવે છે

વાસ્તવમાં, ફાઈવ વિકેટ હોલની યાદગીરી તરીકે, બોલ પર તારીખ લખીને પાસે રાખ્યો હતો. જો કે બોલ 27 નવેમ્બરનો હોવો જોઈતો હતો, પરંતુ તેના પર મહિનો ખોટી રીતે લખવામાં આવ્યો હતો. નવેમ્બરને બદલે ઓક્ટોબર લખવામાં આવ્યું હતું. જાફરે ટ્વીટ કર્યું – અક્ષર પટેલે બોલ પર ખોટી તારીખ લખીને આજે માત્ર એક ભૂલ કરી. 27મી નવેમ્બર છે બાપુ (અક્ષર પટેલને પ્રેમથી કહેવામાં આવે છે).

સૂર્યકુમાર યાદવને શું સજા મળવી જોઈએ

આના પર અક્ષર પટેલે જવાબ આપ્યો – મેં આ કર્યું નથી. સૂર્યકુમાર યાદવ દ્વારા લખાયેલ જવાબમાં જાફરે લખ્યું- ઓહ! તો હવે સૂર્યકુમાર યાદવને શું સજા મળવી જોઈએ? તેને ધ વોલ (કોચ રાહુલ દ્રવિડ) સમક્ષ રજૂ કરશો? આ રહ્યો સૂર્યકુમાર યાદવનો ઈમોજી સાથેનો જવાબ – હું દરરોજ આવું કરું છું…

નરેન્દ્ર હિરવાણી આ યાદીમાં બીજા નંબરે

ઉલ્લેખનિય છે કે કાનપુરની ગ્રીન પાર્ક પિચ પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો સામે અક્ષર પટેલની સ્પિન શાનદાર દેખાઈ રહી છે. કારકિર્દીની ચોથી ટેસ્ટ મેચ રમી રહેલા અક્ષરે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 5 વિકેટ ઝડપી હતી. અક્ષરની ટેસ્ટ કારકિર્દીની આ પાંચમી 5 વિકેટ છે. પ્રથમ 4 ટેસ્ટ મેચમાં ભારતીય તરીકે સૌથી વધુ 5 વિકેટ લેવાનો રેકોર્ડ અક્ષર પટેલના નામે છે. નરેન્દ્ર હિરવાણી આ યાદીમાં બીજા નંબરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો